Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

મોટી રાહત : અમદાવાદ શાહીબાગ પોલીસ, ટ્રાફિક અને ડીસીપી કન્ટ્રોલરૂમના તમામ 36 રિપોર્ટ નેગેટિવ આવ્યા

પોલીસમાં વધતા કેસને કારણે કર્મચારીઓમાં ટેસ્ટ કરાવાયા હતા

 

અમદાવાદ : પોલીસ વિભાગમાં વધતા જતા કોરોનાના કેસો વચ્ચે અમદાવાદ  શાહીબાગ પોલીસ કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સાથે ટ્રાફિક અને ડીસીપી કન્ટ્રોલરૂમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે.

અમદાવાદ શહેર પોલીસના કાર્યરત વિભાગોમાં સીસીટીવી કંટ્રોલરૂમ અને કમ્પ્યુટર બ્રાન્ચમાં પણ ફરજ બજાવતા કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોલીસ વિભાગમાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસોને લઈને કર્મચારીઓના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના મોટાભાગના તમામ પોલીસ સ્ટેશનોમાં જે પોલીસ કર્મચારીને રિપોર્ટ કઢાવવો હોય તેના માટે સુવિધા ઉભી કરવામાં આવી છે. તેવામાં પોલીસ વિભાગ માટે 36 પોલીસ કર્મચારીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે 

(11:58 pm IST)