Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સેલંબામાં કોરોનાનો કેસ આવતા બજાર સજ્જડ બંધ: સાગબારા તાલુકાનું જનજીવન ખોરવાયું

જમાદાર ફળિયાની જ તમામ સીમાઓ સીલ કરી બાકીના વિસ્તારને છૂટ આપવાની માંગ

 

નર્મદા : સેલંબામાં એક કેસ કોરોના આવતા છેલ્લા ઘણા દિવસથી સેલંબાના બજારો સદંતર બંધ રહેતા સેલંબા અને તેની આજુબાજુના ગામડાઓને કન્ટેમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરેલ હોવાથી તેની સીધી અસર સાગબારા તાલુકામાં થતા સેલંબા સહિત સાગબારા તાલુકાનું જીવન ખોરવાઇ જવા પામ્યો છે.

 

  અંગે સેલંબા ગ્રુપ ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ ચંદ્રકાંત લુહારે નર્મદા જિલ્લા કલેકટરને કરેલી લેખિત પત્ર લખી રજૂઆત કરી પત્રમાં જણાવ્યું છે કે સાગબારા તાલુકાનાં સેલંબા ગામે જમાદાર ફળિયામાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવેલ છે જેના કારણે સેલંબા ગામમાં તમામ જીવન જરૂરિયાતની દુકાનો સદંતર બંધ રાખેલ છે. જેના કારણે સમગ્ર તાલુકાની પ્રજાને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સેલબા ગામ એકમાત્ર વેપારી મથક છે. તેથી સેલબા ગામના જમાદાર ફળિયામાં કેસ મળેલ છે ત્યારે ફક્ત જમાદાર ફળિયાની તમામ સીમાઓ સીલ કરી સેલંબા ગામે સવારે 7 થી 11 કલાક દરમિયાન દૂધ, શાકભાજી, અનાજ કરીયાણા તેમજ ખેતીને લગતી દુકાનો શરૂ કરવાની માંગ કરી હતી.

(11:47 pm IST)