Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ગુજરાતમાં પહેલીવાર એક જ દિવસમાં સૌથી વધુ 19 લોકોના મૃત્યુ ; લોકોમાં ભારે ફાફડાટ

આ પહેલા 18 એપ્રિલે 12 લોકોના મોત નિપજ્યા હતા

 

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે ત્યારે આજે એક દિવસમાં સૌથી વધુ કોરોનાથી મોત થયા છે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 લોકોને કોરોના ભરખી ગયો છે પહેલા  18 એપ્રિલે 12 લોકોના મોત થયા હતા. 19 એપ્રિલે વધુ 10 લોકોના મોત થયા તો 20 એપ્રિલે 8 લોકોના મોત થતાં કુલ આંક 71 સુધી હતો પરંતુ છેલ્લા 24 કલાકમાં વધુ 19 લોકોના મોત થતાં કોરોના સંક્રમિતોમાં પણ ફફડાટ ફેલાયો છે.

 ગુજરાતમાં એક દિવસમાં મોતનો આટલો મોટો આંક પહેલી વખત નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 139 લોકોને રિકવર સામે મોતની સંખ્યા ઘણી વધારે છે. ગુજરાતમાં દર 100 કોરોના સંક્રમિતોએ 4 લોકોના મોત થાય છે.

(10:06 pm IST)