Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

રાજપીપળાના સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા રખડતા શ્વાનો માટે પણ ભોજનની વ્યવસ્થા કરાઈ

આ સમાજ લોકડાઉન શરૂ થયું ત્યારથી શ્રમજીવીઓને ભોજન પીરસે છે હવે શ્વાનો માટે પણ વ્યવસ્થા

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં લોકડાઉન શરૂ થયું ત્યારેથી ઘણી સંસ્થાઓ શ્રમજીવીઓને ભોજન પહોંચાડી રહી છે સેવાકાર્ય ખરેખર આવા કપરા સમયે મહત્વનું હોય ત્યારે રાજપીપળાના સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા પણ સેવાકાર્ય લોકડાઉન લાગુ થયુ ત્યારથી ચાલુ હોય જેમાં સવાર સાંજ શ્રમજીવીઓને જેતે સ્થળે વાહન મારફતે ભોજન આપાઈ રહ્યું છે.ત્યારે હાલ કામ ધંધા બંધ છે તેવા સમયે એક મોટી સેવા કહી શકાય જેમાં આવા સેવાકાર્ય કરી રહેલી દરેક સંસ્થાઓની કામગીરી નર્મદા જિલ્લામાં ખુબજ સારી છે.

 

જોકે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા શ્રમજીવીઓની સાથે સાથે રાજપીપળા એસટી ડેપો સહિતના એકાંત વિસ્તારો કે જ્યાં હાલ લારી,દુકાનો બંધ છે તેવા સ્થળો પર રખડતા શ્વાનો,વાનોરો માટે પણ ભોજનની વ્યવસ્થા કરાઈ છે કેમકે પોતાનો ઇલાકો છોડી ક્યાંયે જઈ શકતા હોય અને જેતે ગલી કે શેરી ના શ્વાનો ને તો સ્થાનિકો કંઈક ને કંઈક ખાવાનું આપતા હોય ત્યારે આવા એકાંત વિસ્તારના શ્વાનોને સમાજ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી ખરેખર ઉમદા કાર્ય કહી શકાય.

(10:05 pm IST)