Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

નર્મદા સેવા સદન કચેરીમાં કોરોના બાબતે લાલીયાવાડી : લોકો સેનેટાઇઝરનો ઉપયોગ વિના કરે છે કચેરીમાં પ્રવેશ

કચેરીના મુખ્ય દ્વાર પરથી સેનેટાઈજર અને થર્મોગન સાથે ચેકીંગ કરતો કર્મચારી ગાયબ !! પાલિકા કર્મી શહેરના દરેક પોઇન્ટ ઉપર લોકોનું સેનેટાઈજર કરી હાથ વોસ કરાવે છે પરંતુ કલેક્ટર કચેરીમાં જ લાલીયાવાડી નજરે પડતા તંત્રની કામગીરી પ્રશ્નાર્થ !!

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ ૧૧ કોરોના પોઝીટીવના કેસ છે ત્યારે તંત્ર હવે કેસ વધે તે માટે સતત મહેનત કરી તકેદારી રાખે છે.હાલ સરકારે કેટલીક બાબતે છૂટછાટ આપી છે પરંતુ તેમાં સોસીયલ ડિસ્ટન્સ અને સેનેટાઈજેસન જેવા કેટલાક નિયમો લાગુ કર્યા છે જે માટે નર્મદા કલેક્ટરે જાહેરનામું પણ પાડ્યું અને તેનો કડક અમલ કરવા લોકોને સૂચના આપી છે પરંતુ ખુદ કલેક્ટર કચેરી (જિલ્લા સેવા સદન) ના મુખ્ય પ્રવેશ દ્વાર પરજ લાલીયાવાડી જોવા નજરે જોવા મળતા તંત્રની કામગીરી પર મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.

 તારીખ ૨૦ એપ્રિલ થી સરકારે અમુક બાબતે કેટલાક નિયમ લાગુ કરી લોકડાઉન માં થોડીક છૂટછાટ આપી હોય માટે નર્મદા જિલ્લા મેસ્ટ્રેટ (કલેક્ટર) દ્વારા જાહેરનામું પણ બહાર પડાયું અને તેનું કડક પાલન કરવા સૂચના અપાઈ હતી ત્યારે ખાટલેજ મોટી ખોડ ની માફક જિલ્લા કલેક્ટર કચેરી(જિલ્લા સેવા સદન) ના અંદરના મુખ્ય પ્રવેશ દ્વાર પરજ અંદર જતા લોકો સેનેટાઈજેસન કરી હાથ વોશ અને ગન દ્વારા ચેકીંગ માટે એક કર્મચારી મુક્યો છે પરંતું જિલ્લા સેવા સદન કચેરી માં મુકાયેલો કર્મચારી ગન મશીન અને સેનેટાઈજર ની બોટલ મૂકી કલાકો સુધી ગાયબ જોવા મળ્યો હતો અને ત્યાં મુકેલી ખુરશી પર ગન અને સેનેટાઈજર ની બોટલ જાણે બિનવારસી પડેલી જોવા મળી હતી.જો કલેક્ટર કચેરીના ગેટ પર આટલી મોટી લાલીયાવાડી જોવા મળે તો કાયદાનો અમલ કોની પાસે કરાવવાની આશા રાખી શકાય..?!

  સૂત્રો અનુસાર કચેરીમાં પ્રવેશતા કેટલાક લોકો સેનેટાઈજર ની બોટલનો ઉપયોગ જાતેજ કરી હાથ સાફ કરતા હતા.તો કેટલાક હાથ સેનેટાઇઝ કર્યા વિના પ્રવેશ કરતા નજરે પડ્યા હતા.ત્યારે જિલ્લા કલેકટર મનોજ કોઠારી સાહેબ બાબતને ગંભીરતા લઈ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરે તે જનહિતમાં છે.

(10:03 pm IST)