Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદના જગન્નાથ મંદિરની ચંદનયાત્રા નહિ યોજાય : માત્ર પાંચ વ્યક્તિ જ જોડાશે

ચંદન યાત્રા બાદ રથોના સમારકામની કામગીરી રવામાં આવે છે

અમદાવાદ : ઇતિહાસમાં સૌપ્રથમ વખત જગન્નાથ મંદિરની સુપ્રસિદ્ધ ચંદન યાત્રા નહીં યોજાય. આગામી 26મી મેના રોજ યોજાનારી ચંદનયાત્રામાં આ વર્ષે કોરોનાના સંકટને કારણે માત્ર પૂજારી તેમજ જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજ સહિત ગણતરીના લોકો જ જોડાશે. અષાઢી બીજે યોજાતી જગન્નાથ યાત્રાનું પ્રથમ ચરણ હોય છે ચંદન યાત્રા. આ ચંદન યાત્રા બાદ રથોના સમારકામની કામગીરી રવામાં આવે છે

  અત્રે ઉલ્લેખનીય છે કે, અખાત્રીજના દિવસે આ યાત્રા યોજવામાં આવે છે. જોકે, આ વખતે ચંદન યાત્રા સગાઈથી યોજવામાં આવશે. લોકડાઉન અને કોરોના કહેર વચ્ચે 26 મેં ના રોજ યોજનારી ચંદનયાત્રામં માત્ર પુજારી અને દિલીપદાસજી મહારાજ જોડાશે. દર વર્ષે અખાત્રીજના દિવસે જગન્નાથ મંદિર દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાનના રથનુ પૂજન કરવામાં આવે છે ચંદન કરવામાં આવે છે. આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહેતા હોય છે, પરંતુ આ વખતે તે સાદાઈથી યોજવામાં આવશે.

મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાના જણાવ્યા અનુસાર ચંદન યાત્રા ઉપરાંત રથયાત્રાના આયોજનને પણ અસર થઇ છે. આગામી જૂન મહિનામાં રથયાત્રા છે રથયાત્રાના બે મહિના પહેલાથી જ ભગવાનના વાઘા મામેરા સહિતનું આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે હજુ કોઇ કામગીરી થઇ શકી નથી. રથયાત્રાનું આયોજન કઇ રીતે થશે રથયાત્રા યોજાશે કે, કેમ તે સઘળું ભગવાન જગન્નાથ પર આધારિત છે.

(9:11 pm IST)