Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

નાંદોદના વરખડ ગામની ઘટના:પુત્ર માટે દૂધ લેવા ગયેલા પિતા મોડા આવતા માતાએ ઠપકો આપતા પિતાએ ઝેરી દવા પી લેતા મોત

દૂધ વગર પુત્ર રડતો હોય પિતા દૂધ લઈ મોડા આવ્યા માટે પત્નીએ ઠપકો આપ્યો જેથી આ પગલું ભર્યું

( ભારત શાહ દ્વારા ) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના વરખડ ગામમાં દૂધ લેવા ગયેલા પતિ મોડા આવતા પત્ની એ ઠપકો આપતા પતિને લાગી આવ્યું જેમાં ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

 

       પ્રાપ્ત વિગતો અનુસાર નાંદોદના વરખડ ગામમાં રહેતી કાળીબેન કનક સીંગ વસાવાએ આપેલી જાહેરાત મુજબ પોતાના પુત્ર માટે દુધ લેવા માટે ગયેલા તેના પતિ કનકસીંગ વસાવા ગામમાંથી દૂધ લઇ મોડો ઘરે આવતા કાળીબેને પતિને કહ્યું કે છોકરો ક્યાર નો દુધ માટે રડે છે.વહેલા આવવું જોઈએ તેવો ઠપકો આપતા પતિને મનમાં લાગી આવતા તરબુચના ખેતરમાં જઇ ઝેરી દવા પી લીધી હોય તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

(7:47 pm IST)