Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ડેડીયાપાડાના ખુરદી ગામની તરાવ નદીમા સ્નાન કરવા ગયેલા ૫ વર્ષના માસૂમનું ડૂબી જતાં મોત

મૃતક તેના મોટાભાઈ અને અન્ય બાળકો સાથે ગરમીના કારણે નદીમાં નાહવા ગયા હતા

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા : હાલ પડી રહેલી આકરી ગરમીમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખુરદી ગામની તરાવ નદીમા સ્નાન કરવા ગયેલા ૫ વર્ષના માસૂમનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

 

પ્રાપ્ત માહિતી મુજબ દિવ્યેશ ચુનીલાલ વસાવા(ઉ.૫વર્ષ) રહે,ખુરદી,હનુમાન ફળીયુ ગતરોજ તેના મોટાભાઈ ઋષીલ તથા ફળીયાના બીજા નાના છોકરાઓ સાથે ગામની તરાવ નદીમા સ્નાન કરવા માટે ગયેલા એ સમયે દિવ્યેશ આકસ્મીક રીતે પાણીમા ડુબી જતા તેનું મોત થયું હતું.આ બાબતે તેના પિતા ચુનીલાલ ભારજીભાઈ વસાવા એ ડેડીયાપાડા પો.સ્ટે.માં જાણ કરતા પોલીસે અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(7:44 pm IST)