Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

કોરોના જોખમ : રાજપીપળાની બેંક બહાર ગ્રાહકોના ટોળાં જાણે કોરોનાને આમંત્રણ આપતા લાગે છે..??!

સંતોષ ચાર રસ્તા નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયા બહાર જામેલા ગ્રાહકોના ટોળાં: સોશ્યલ ડિસ્ટનસિંગના ધજાગરા:સરકાર તેમજ તંત્ર જાગૃતિ માટે જાહેરાતો કરવા છતાં અમુક લોકો કાયદાનું પાલન ન કરતા હોય ત્યારે કોરોના જેવી મહામારી ક્યાંથી અટકે..?

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : હાલ કોરોના હાઉ વચ્ચે સમગ્ર વિશ્વ હચમચી ગયું છે ત્યારે આ વાયરસ ક્યાંથી કઈ રીતે કાબુમાં લેવાઈ એ માટે સરકાર અને સ્થાનિક તંત્ર સતત મહેનત કરી જાગૃતિ લાવવા મથામણ કરી રહ્યું છે તેવામાં રાજપીપળાની કેટલીક બેન્કો તેમજ અમુક જગ્યાઓ પર લોકોના મોટા ટોળા જોતા એમ લાગે છે કે લોકો જાણે કોરોના ને સામે થી આમંત્રણ આપે છે,આ તસવીર રાજપીપળા સંતોષ ચાર રસ્તા નજીક આવેલી બેંક ઓફ ઇન્ડિયા બહાર ની છે જ્યાં એકબીજાને અડીને ગ્રાહકો બિન્દાસ બની રૂપિયા લેવા આવ્યા છે. ત્યારે એમ લાગે છે કે આ ગ્રાહકો રૂપિયા ઉપાડવા કરતા કોરોના કેસની જાણે સંખ્યામાં વધારો કરશે.કેમ કે નર્મદામાં હાલ ૧૧ પોઝીટીવ કેસ છે અને નવા કેસ વધ્યા નથી પરંતુ જો આમજ લોકો સોસીયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન નહિ કરે તો કદાચ અમદાવાદ, સુરત જેવી હાલત થતા સમય નહિ લાગે માટે તંત્રની સૂચના નું યોગ્ય પાલન કરી આપણે જાતેજ જાગૃત થવું પડશે નહીં તો કેસોમાં વધારો થશે તો એ માટે આપણે જ જવાબદાર કહેવાસુ.

(7:41 pm IST)