Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

નર્મદા જિલ્લાના અન્ય તાલુકામાં કોરોના પ્રવેશ બાદ તિલકવાળા તાલુકામાં કોરોનાનું સંક્રમણ પ્રવેશે નહીં તે માટે તાલુકાઓ સતર્ક

ભાદરવા ગ્રામ પંચાયત દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ ગામોમાં માસ્કનું વિતરણ: લોકોને કોરોના મહામારી સામે જાગૃત કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં સમગ્ર દેશમાં લોકડાઉનનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ગુજરાત માં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લા માં પણ કોરોનાના ૧૧ જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે જેમાં ગરુડેશ્વર તાલુકાના ખડગદા ગામે પણ કોરોના પોજેટિવ એક કેસ નોંધાયેલ છે જેના કારણે ખડગદા ગામ સહિત બાજુમાંજ આવેલા તિલકવાડાના ગામોને કન્ટેન્ટમેન્ટ ઝોન માં સામેલ કરાયા છૅ.હાલ તિલકવાડા તાલુકામાં એક પણ કોરોના પોજેટિવ કેસ નોંધાયેલ નથી અને ભવિષ્યમાં પણ કેસ ના આવે તે માટે તિલકવાડા તાલુકા વિભાગ દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે.
          આજરોજ તિલકવાડા તાલુકામાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ ગામોમાં તંત્ર દ્વારા ગામ લોકોને ટી.ડી.ઓ ડી.બી.ચાવડાના હસ્તે 1000 થિ વધુ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત ગામ લોકોને શાકભાજી અને અનાજ લેવા માટે રોકડ રકમ ન હોવાને કારણે બેન્ક મિત્ર અને પોસ્ટ મેન દ્વારા સ્થળ ઉપર જઈને રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું હતું કોરોના થી બચવા માટે આ ગામોમાં જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવે છે સાથે ગામ લોકોને કોરોના સામે રક્ષણ માટે આયુર્વેદિક ઉકળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

(7:37 pm IST)