Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

આરોગ્ય ટીમ દ્વારા મોટી ઇસરોલ ગામમાં ઘરેઘર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કર્યું: તંત્ર સતર્ક

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ : અરવલ્લી જિલલ્મમાં આજરોજ  બોલુંદરા પીએચસીની આરોગ્ય ટીમ દ્વારા મોટી ઇસરોલ ગામે ઘરેઘર ફરીને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ  કરવામાં આવ્યું હતું.સંપૂર્ણ સોસિયલ ડિસ્ટનસિંગનું પાલન કરીને સ્થાનિક યુવાનોએ આ ઉકાળાનું આરોગ્ય ટિમ સાથે વિતરણ કર્યું હતું.

         આ ઉકાળાનું વિતરણ માટે મોટી ઇસરોલ નજીકના રાજલી ગામે મળી આવેલ એક કોરોના પોઝિટિવ કેસને  લઈને આરોગ્ય વિભાગમાં રજૂઆતના પગલે કોરાના વાયરસ સામેના સાવચેતીના પગલાંના  ભાગરૂપે મોટી ઇસરોલ ગામે આજરોજ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં  આવ્યું હતું.જેમાંબૉલુંદરા પીએચસીના ઇન્ચાર્જ મેડિકલ ઓફીસર ડૉ.ડિમ્પલબેન અસારી,  ધર્મેન્દ્રસિંહ રહેવર વગેરે સાથેની આરોગ્યની ટીમ દ્વારા ઘરેઘર જઇને સ્થાનિક યુવાનોની સેવા સાથે આ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગામના  સ્થાનિકોના સહયોગથી ઉકાળામાં વધારાની સામગ્રી ગળો, આદુ,તજ,ગોળ ઉમેરીને ઉકાળો બનાવવામાં આવ્યો હતો અને ગામની તમામ અંદાજે એક હજાર વસ્તીને વિતરણ કરાયું હતું.જેમાં તલાટી કમ મંત્રી અંકિતાબેન પટેલે પણ સ્થળ ઉપર ઉપસ્થિત રહીને સંપૂર્ણ સોસિયલ ડિસ્ટરસિંગ જાળવીને કરાયું હતું.

(7:30 pm IST)