Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

પેટલાદ તાલુકાના પાળજ ગામે નજીવી બાબતે બપોરના સુમારે બે પરિવારો બાખડ્યા:સામસામે થયેલ હુમલામાં ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

પેટલાદ: તાલુકાના પાળજ ગામની સુગર ફેક્ટરી સામે ગઈકાલે બપોરના સુમારે ખેતરમાં આવેલ કંથાર કાપવા બાબતે બે પરિવારો વચ્ચે મારમારી થતાં ચારને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. અંગે પેટલાદ શહેર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

કમલેશભાઈ ઉર્ફે મુન્નો મોહનભાઈ વાઘેલાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, નજીકમાં રહેતા ભગુભાઈ શનાભાઈ પઢિયાર, વિપુલ ભગુભાઈ પઢિયાર અને વિજય ભગુભાઈ પઢિયારે ખેતરના શેઢે આવેલ કંથાર કાપવા બાબતે બોલાચાલી ઝઘડો કરીને ભગુભાઈએ હાથમાનો છુટો પથ્થર મહેશભાઈને માથામાં મારીને ઈજાઓ પહોંચાડી હતી. વિપુલભાઈએ કોકિલાબેનને ડાબા હાથની ટચલી આંગળી ઉપર ધારીયું મારીને તેમજ વિજયે હાથમાના છુટા પથ્થરનો ઘા મારતાં મેહુલભાઈને જમણી આંખ નીચે વાગતા ઈજાઓ થવા પામી હતી. ત્યારબાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:53 pm IST)