Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ખેડા જિલ્લામાં લોકડાઉનના સમયમાં દેશી દારૂની હેરાફેરી કરનાર 11 મહિલાને પોલીસે ઝડપી

ખેડા:શહેરમાં કોરોના વાઈરસને પગલે હાલ ખેડા જિલ્લામાં લોકડાઉન હોવા છતાં દેશી દારૃના ધંધા સાથે સંકળાયેલા લોકો ચુપકે-ચુપકે દારૃનું વેચાણ કરી રહ્યાં છે. ત્યારે આજરોજ જિલ્લા પોલીસતંત્ર દ્વારા દેશી દારૃનો ધંધો કરતાં ઈસમો પર તવાઈ બોલાવવામાં આવી હતી. જેમાં ચકલાસી પોલીસ મથક હદ વિસ્તારમાંથી ત્રણ મહિલાઓ, નડિયાદ ટાઉન પોલીસ મથક હદ વિસ્તારમાંથી મહિલાઓ, સેવાલિયામાંથી એક મહિલા અને ઠાસરામાંથી એક મહિલા મળી કુલ ૧૧ મહિલાઓ દેશી દારૃના જથ્થા સાથે ઝડપાઈ હતી. મહિલાઓ પાસેથી કુલ ૭૧ લિટર દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે લઈ પકડાયેલી મહિલાઓ સામે પ્રોહિબિશન મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:52 pm IST)