Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

વસો તાલુકાના સિંહોલડીમાં પતિની વાતનું માઠું લાગી આવતા પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર મચી જવા પામ્યો

વસો:તાલુકાના સિંહોલડીમાં રહેતાંપતિએ તેની પત્નીને ખેતરમાં બાજરી કાપવા સાથે આવવા જણાવતાં પત્નીના મનમાં લાગી આવ્યું હતું. સામાન્ય બાબતને લઈ ૩૧ વર્ષીય પરિણીતાએ વસો ખામેસરા તલાવડી પાસે આવેલ ઝાડ પર ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. અંગે વસો પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંગે મળતી માહિતી મુજબ વસો તાલુકાના સિંહોલડી તાબે દલસુખપુરામાં જીતેન્દ્રકુમાર જયંતિભાઈ સોઢા પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. ગતરોજ સવારના સમયે તેઓને ખેતરમાં બાજરી કાપવા જવાનું હતું. ઘરેથી નીકળતાં પહેલાં જીતેન્દ્રભાઈએ તેમની પત્ની અમરતબેનને ખેતરમાં બાજરી કાપવા માટે સાથે આવવા જણાવ્યું હતું. જે વાતને લઈ અમરતબેનના મનમાં લાગી આવ્યું હતું. અને અમરતબેન જીતેન્દ્રકુમાર સોઢા પરમાર (ઉં. ૩૧) ગતરોજ વસો ખામેસરા તલાવડી પાસે જઈ ખેરીબાવળના ઝાડની ડાળી સાથે ચાર બાંધવાના ચારીયા સાથે ગળે ફાંસો ખાઈ જીદગી ટૂંકાવી લીધી હતી.

(5:52 pm IST)