Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ગાંધીનગરમાં લોકડાઉનનો ભંગ કરી મોર્નિંગ વોકમાં નીકળેલ લોકો પોલીસની ઝપટે:સેક્ટર 1,7,8માંથી ચાર શખ્સોની ધરપકડ

ગાંધીનગર: જિલ્લામાં લોકડાઉનના કડક અમલ માટે પોલીસ મથી રહી છે ત્યારે ગાંધીનગર શહેરમાં લોકડાઉન વચ્ચે વોકીંગમાં નીકળેલા લોકો પોલીસની ઝપટે ચઢી ગયા છે. જેમાં સે-, સે- અને સે-૧માંથી ચાર વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. જ્યારે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી કુલ ર૩ વ્યક્તિઓ સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.  

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે હાલ લોકડાઉનની સ્થિતિ છે ત્યારે લોકો બિનજરૂરી રીતે શહેરમાં ફરતાં હોય છે. જેની સામે પોલીસ દ્વારા કડકહાથે કામ લેવામાં આવી રહયું છે અને પેટ્રોલીંગ કરીને તેમને પકડવામાં પણ આવી રહયા છે. ગાંધીનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન સે-૮ના જાહેર રોડ ઉપર વોકીંગ માટે નીકળેલા મહેન્દ્રભાઈભાઈ મંગળદાસ ત્રિવેદી રહે.સે-/સી, જૈમિન રમણભાઈ પટેલ રહે.સે-, સે-૭માં જાહેર રોડ ઉપરથી અલ્પિત અમૃતભાઈ પ્રજાપતિ, સે- તળાવ પાસેથી દેવેન્દ્રકુમાર બળવંતસિંહ યાદવ અને હિમાંગ જગદીશભાઈ દેસાઈને ઝડપી લીધા હતા.

(5:50 pm IST)