Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

કોરોનાની ભયભીતિ વચ્ચે કલોલમાં ત્રણ જમાતિને પોલીસે ઝડપી આરોગ્ય તંત્રને સોંપી દીધા: ગુનો દાખલ

કલોલ:હાલ કોરોના સંક્રમણના કારણે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે મહારાષ્ટ્રની ભુસાવળ જમાતમાંથી હજુ પણ કેટલાક લોકો ગુજરાત પરત ફરી રહયા છે. ગાંધીનગરમાં અગાઉ ત્રણ જમાતી સામે પોલીસે ગુનો નોંધી તપાસ માટે મોકલી આપ્યા હતા ત્યારે કલોલમાંથી પણ વધુ ત્રણ જમાતી મળી આવતાં તેમને ગાંધીનગર સિવિલ મોકલાયા છે. કોઈ મંજુરી વગર મહારાષ્ટ્ર પરત ફર્યા હોવાથી તેમની સામે એપેડેમીક એકટ અને જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે

કોરોના મહામારીને લીધે હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રેલ્વે તથા બસો એટલે કે પરિવહનની સુવિધા પણ દેશમાં બંધ છે. સરકારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા ઉપર પણ પ્રતિબંધ લગાવ્યો છે. ઘણા જિલ્લાઓમાં પણ ઇમરજન્સી સિવાય એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે પણ પ્રતિબંધ છે. ત્યારે મહારાષ્ટ્રમાં ભુસાવળ ખાતે જમાતની કથામાં ગયેલા કલોલના આયોજનનગરના ત્રણ શખ્સોને પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(5:50 pm IST)