Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સુરતમાં લોકડાઉન દરમ્યાન દુકાનમાં દારૂની મિજબાની કરી રહેલ હેડ કોન્સ્ટેબલનો વિડીયો વાયરલ થતા ધરપકડ:ગુનો દાખલ

સુરત: શહેરમાં લોક્ડાઉન અંતર્ગત પોતાની ફરજ દરમ્યાન અડાજણ પ્રાઇમ આર્કેડ નજીક વિશ્વકર્મા વેલ્ડીંગ નામની દુકાનમાં પોલીસ દારૂની મહેફિલ માણી રહી હોવાનો વિડીયો વાયરલ થવાની ઘટનામાં રાંદેર પોલીસે ફરિયાદ નોંધી હેડ કોન્સ્ટેબલની ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોક્ડાઉન અંતર્ગત પોલીસ છેલ્લા 26 દિવસથી સતત ખડેપગે ફરજ બજાવી રહી છે. પોતાની જાનની પરવા કર્યા વિના ફરજ બજાવનાર પોલીસનું લોકો ફુલ વરસાવી અભિવાદન કરી રહ્યા છે. પરંતુ ગત રોજ સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં શહેરના અડાજણ આનંદ મહલ રોડ સ્થિત પ્રાઇમ આર્કેડ નજીક આવેલી પ્રગતિ સોસાયટીની સામે વિશ્વકર્મા વેલ્ડીંગ નામની દુકાનના પેસેજમાં પોલીસ જવાન દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તેની આજુબાજુ ત્રણથી ચાર જણા નજરે પડી રહ્યા હતા

(5:31 pm IST)