Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સુરતના નિવૃત શિક્ષકની માનવતા: સગર્ભા મહિલાને પેંશનમાંથી સુખડી ચેવડો ખવડાવી પુણ્ય મેળવ્યું

સુરત: શહેર ના એક નિવૃત્ત શિક્ષકે પોતાના પેન્શન અને ભથ્થામાંથી પોતાના વિસ્તારની 500 જેટલી સગર્ભા મહિલાઓને સુખડી અને ચેવડો આપવાની કામગીરી શરૂ કરી છે. તો બીજી તરફ કપરા સમયમાં મેડિકલ ઈમરજન્સીમાં સરકારી સહાય માટે પણ કેટલાક સેવાભાવીઓ સતત કામગીરી કરી રહ્યા છે. તો કેટલાક યંગસ્ટર્સ પોતાની બર્થડેની ઉજવણી પોતાની નજીકના જરૂરિયાત મંદોને મદદ કરી ઉજવી રહ્યાં છે

કોરોનાના કારણે થયેલા લોક ડાઉનમાં અનેક લોકો પોતાની શક્તિ પ્રમાણે સેવા યજ્ઞ ચલાવી રહ્યાં છે. શ્રમિક અને ગરીબોને ફુડ પેકેટ પહોંચાડવા માટે અનેક સંસ્થાઓ કામગીરી કરી રહી હોવાથી સુરતના એક નિવૃત્ત શિક્ષક અને કોર્પોરેટરે પોતાના વિસ્તારની સગર્ભા મહિલાઓને સમયમાં પૌષ્ટિક આહાર મળી રહે તેવી કામગીરી કરી છે

(5:30 pm IST)