Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સુરતમાં 9લાખ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા સરકાર દ્વારા સૂચવવામાં આવેલ હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું

સુરત: શહેરના હોમિયોપેથીક તબીબો અને આયુષ વિભાગ દ્વારા કોરોના સામે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા સરકાર દ્વારા સુચાવવામા આવેલી દવા આર્સેનિક આલ્બ 30નું લોકોમાં વિના મુલ્ય વિતરણ કરવામા આવી રહ્યું છે. પહેલા તબક્કામાં કોરોના સામે લડતાં અને આવશ્યક સેવા બજાવતાં લોકોને દવાનું વિતરણ કર્યા બાદ શહેરના નવ લાખ લોકોને દવાનું વિતરણ થાય તે માટેની કામગીરી કરી રહ્યાં છે

વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાની કોઈ ચોક્કસ દવા હજી મળી નથી પરંતુ કોરોના સામે લડવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રોગ પ્રતિકારક શક્તિ હોય તો કોરોના સામે લડી શકાય તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે

(5:29 pm IST)