Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદના વસ્ત્રાપુરમાં લોકડાઉનમાં કારમાં પ્રેમલીલા કરતા પ્રેમી પંખીડા પોલીસના હાથે ઝડપાયા

અમદાવાદ:વસ્ત્રાપુરમાં કારમાં પ્રેમી પંખીડા અંગતપળો માંણતા હતા અને પોલીસ આવી પહોંચતા રંગમાં ભંગ પડ્યો હતો, પોલીસે ધરપકડ કરતા ભાડો ફૂટ્યો હતો.

દુરદર્શન ટાવર સામે આવેલા મેદાનમાં આંબાના ઝાડ નીચે સેટેલાઈટમા રહેતા નમકીન વેપારી વસ્ત્રાપુરમા રહેતી યુવતી સાથે કારમા ઇલુ ઇલુ કરતા હતા. સમયે વસ્ત્રાપુર પોલીસ આવી જતાં પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટયો હતો જોકે યુવક-યુવતીએ આજીજી કરતાં કહ્યું કે, અમે કૂતરાને દૂધ પિવડાવવા આવ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(5:26 pm IST)