Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સુરતમાં હવે બાળકોમાં કોરોનાનો ફેલાવો થતા લોકોમાં ચિંતા પ્રસરીઃ બાળકોના રિપોર્ટ પોઝીટીવ આવતા દોડધામ

સુરત: સુરત શહેરમાં હવે 18 વર્ષથી નાની ઉંમરના વ્યક્તિઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. માનદરવાજા ખાતે 4 વર્ષના બાળકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો અન્ય એક કિસ્સામાં 12 વર્ષના બાળકને કોરોનાની પુષ્ટી થઇ છે. જ્યારે પાંડેસરામાં 10 અને 13 વર્ષના બાળક-બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પાંડેસરમાં અન્ય 8 વર્ષીય બાળકનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. સૈયદપુરાની વાત કરી તો ત્યાં પણ 12 વર્ષીય બાળકી કોરોનાની ઝપેટમાં આવી છે. હવે બાળકોમાં કોરોનાનો ફેલાવો થતાં લોકોમાં ચિંતા વધી છે.

સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 269 પહોચ્યો છે. સુરતમાં 55 જેટલા પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો છે. સમરસ હોસ્ટેલથી લેવાયેલા સેમ્પલમાં 19 પોઝિટિવ આવ્યા છે. કમ્યુનિટી સેમ્પલ થકી 29 કેસો પોઝિટિવ આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હોસ્પિટલ એડમિટ થયેલા 7 શંકાસ્પદોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યારસુધી શહેરના કેસોનો આંકડો 269 પર પહોંચ્યો છે જ્યારે 10 ના મોત નિપજ્યાં છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ આવતા ચકચાર મચી જવા પામી છે.

(4:18 pm IST)