Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ડેમ-તળાવો ઉંડા ઉતારવાનું શરૂ, માટી ખેડૂતોને અપાશે : તા.ર૭મીથી ઘઉંની ખરીદી

ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા સરકાર પ્રયત્નશીલ : મુખ્ય સચિવ અશ્વિનીકુમાર : આંધ્રના મુખ્યમંત્રીએ શ્રમિકોના પ્રશ્ને મુખ્યમંત્રી રૂપાણી સાથે ચર્ચા કરી

ગાંધીનગર તા. ર૧ :.. રાજયાં વધતા જતા કોરોનાના કેસોની પરિસ્થિતિમાં રાજય સરકારના નાગરીક પુરવઠા તંત્ર દ્વારા રાજયમાં અનાજ પુરવઠો, શાકભાજી, ફળફળાદી, દૂધ વગેરે જીવન જરૂરી ચીજ વસ્તુઓ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવેલ છે. ડેમો, તળાવો, ઉંડા ઉતારવાનું શરૂ થઇગયુ છે. તા. ર૭ મીથી ઘઉંની ખરીદી કરવામાં આવશે.

રાજયનાં મુખ્યમંત્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે સ્વર્ણિમ સંકુલ સચિવાલય ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ગઇકાલે રાજય સરકારે સીનીયર અધિકારીઓની ટીમ બનાવી મેડીકલ સુવિધા અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તે માટે.

રાજયના આ સીનીયર અધિકારીઓને વિશેષ સત્તાઓ આપી કામગીરી સોંપવામાં આવી છે. આમ છતાં કયાંય તકલીફ જણાય તે મુખ્ય સચિવશ્રીનું ધ્યાન દોરશે તો તેનું નિરાકરણ લાવવામાં આવશે.

રાજયમાં સુજલામ સુફલામ જળ યોજના અંતર્ગત ર૦ એપ્રિલથી ૧૦ જુન સુધી ડેમો, નદીઓ, ચેકડેમો, જળાશયો ઉંડા કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં ર૩ હજાર લાખ ઘનફુટ માટી કાઢવામાં આવેલ છે.

ઉપરાંત તેમણે જણાવ્યું  કે આ માટી ખેડુતોને પોતાના ખેતરમાં લઇ જવા મંજુરી આપવામાં આવેલ છે.

આ ઉંડાણવાળા કાર્ય કરવાથી મનરેગા યોજના હેઠળ રોજગારી મળવાની તક રહેશે.

આગામી તા.ર૭મી એપ્રિલથી ઘંઉની ખરીદી નાગરીક પુરવઠા નિગમના ગોડાઉનમાં કરવામાં આવશે ખેડુતોને પુરતા પ્રમાણમાં વસ્તુની કિમત મળીરહે તેની તકેદારી રાખવામાં આવશે ખેડુતોએ પોતાનો માલ આપવા માટે ર૮ હજાર જેટલા નાના મોટા ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે.

જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. અને હજુ પણ કરાવશે તેવા ખેડૂતોને નકકી કરેલ સમયે આવવાનું રહેશે.

આજે  આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ રાજ્ય મુખ્યમંત્રી સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ગુજરાતમાં કામ કરતા આંન્ધ્રના લોકોને પુરતા પ્રમાણમાં રોજી મળી રહે તે વાત દહોરાવી  હતી. અને પુરતા પ્રમાણમાં વ્યવસ્થા મળે તેમ જણાવ્યું  હતું. રાજ્યના મુખ્યમંત્રીએ સરકારની પુરી ખાત્રી આપી હતી.

રાજ્યામાં આજે માર્કેટ યાર્ડો પુરતા પ્રમાણમાં કામ કરી રહ્યા છે. ખેડૂતોને પોતાની મહેનતથી કરેલ ઉત્પાદનને પુરતી કિંમત મળે અને પુરતી સુવિધા મળે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

(5:33 pm IST)