Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

તાપી અને વલસાડ જીલ્લામાં કોરોનાનો પગપેસારો

ઉમરગામના દહેરી ડુંગરીમાં એમ વલસાડ જીલ્લામાં બે કેસ નોંધાયાઃ તો તાપીમાં જીલ્લાના વ્યારાના માયપુરમાં પ્રથમ કેસ નોંધાયો

વાપીઃ તા.૨૧, ભારત સહિત વિશ્વભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. જેમાં ગુજરાતમાં કેસોની સંખ્યા કુદકેને ભુસકે વધી રહી છે. અત્યાર સુધી બાકાત રહેલ વલસાડ અને તાપી જીલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થતા ફફડાટ ફેલાયો છે.સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વલસાડ જીલ્લાના ઉમરગામ તાલુકાના દહેરી ગામના ૩૦ વર્ષીય યુવાન સાગર મનોજ માંઘેલાનો રીપોર્ટ ગઇકાલે સાંજે પોઝીટીવ આવતા ચકચાર મચી જવા પામી છે.માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા આ યુવાન ગયા મહિના પહેલા મુંબઇથી આવ્યો હતો અને છેલ્લા એક મહિનાથી આ યુવાન તેના ઘરે જ હતો. કયાંય ગયો પણ ન નથી. એટલે કે કોઇ ટ્રાવેલ હિસ્ટ્રીના હોવા છતા તેનો રીપોર્ટ પોઝીટીવ આવતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છેે.આ યુવાનને હાલ વાપીની જનસેવા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયો છે. અને અહિ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. બહારની ટ્રાવેલ હિસ્ટ્રી ના હોવા છતા સાગરનો રીપોર્ટ પોઝીટીવ આવતા આસપાસના વિસ્તારમાં પણ  અન્ય વ્યકિત પોઝીટીવ હોવાના શંકા વધુ મજબુત બની છે. વલસાડ જીલ્લામાં બીજો બનાવ ડુંગરીમાં નોંધાયો છે. અહિં હોમગાર્ડ જવાનને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ફફડાટ વધ્યો છે. એટલુ જ નહિ આ જવાનના સંપર્કમાં આવેલ તમામને વલસાડ સિવીલ બોલાવી ચેકીંગ હાથ ધરાયું છે.

આ ઉપરાંત વાપી જીલ્લામાં પણ હજુ સુધી એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો. ત્યાં પણ કોરોના એ એન્ટ્રી મારી છે. તાપી જીલ્લાના વ્યારા પંથકમાં માયપુર ગામે પ્રથમ કેસ નોંધાયો છે. ૯૦ ટકા જેટલો આદિવાસી વિસ્તાર ધરાવતા આ જીલ્લામાં કોરોનાના પ્રથમ કેસ નોંધાતા ચકરાર મચી  જવા પામી છે.

(4:01 pm IST)