Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

કોરોના-લોકડાઉનને કારણે બરોડાના ટૂર ઓપરેટરને હાર્ટએટેક ? મોત નિપજયું

કોરોના કહેરે 'ટ્રાવેલ માર્કેટ'ની પાળ પીટી નાખી : ઉનાળુ વેકેશન દરમિયાનની તમામ પેકેજ ટુર્સ કેન્સલ થતા ટેન્શન આવી ગયાની ચર્ચા

રાજકોટ તા. ર૧ :.. ભારત સહિત સમગ્ર વિશ્વના મોટાભાગના બિઝનેસ તથા ઇન્ડસ્ટ્રીઝ કોરોનાને કારણે ખુબ પ્રભાવિત થયા છે. ત્યારે કોરોના કહેરે 'ટ્રાવેલ માર્કેટ' ની રીતસર પાળ પીટી નાખી છે. સમગ્ર ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝને અબજો-ખરાબ રૂપિયાનું ુનુકશાન થયું છે. સાથે - સાથે ડોમેસ્ટીક તથા ઇન્ટરનેશનલ પેકેજીસ લઇ જતાં ટૂર ઓપરેટર્સની હાલત પણ અતિ ખરાબ થઇ ગઇ હોવાનું જાણવા મળે છે.

ચર્ચાતી વિગતો પ્રમાણે કોરોનાની ભયંકર અસરરૂપે પોતાનો ધંધો ઠપ્પ થઇ જતા તથા ઉનાળાના વેકેશન દરમ્યાન નોર્થ તથા સાઉથ ઇન્ડિયા સહિતની હિમાચલ પ્રદેશ, ગોવા અને કેરાળાની બાય બસ પેકેજ ટૂર્સ કેન્સલ થતા વડોદરાના ટ્રાવેલ્સ સંચાલકનું હાર્ટ એટેકને કારણે મોત નિપજયું છે. ચર્ચા પ્રમાણે બરોડાના કારેલીબાગ વિસ્તારની કલાકુંજ સોસાયટીમાં રહેતા પોતાના કલાયન્ટસ પ્રત્યે ઉત્તમ 'ભાવના' ધરાવનાર જયેન્દ્રભાઇ નામના ટ્રાવેલ્સ સંચાલકે ઉનાળાના મે-જુન મહિના દરમ્યાન  સંખ્યાબંધ પેકેજ ટુર્સ આયોજીત કરી હતી. પરંતુ લોકડાઉનને કારણે તથા કોરોનાના ભયને કારણે તમામ બુકીંગ કેન્સલ થયા હતા જેને કારણે મોટું નુકશાન થવાની ધારણાએ જયેન્દ્રભાઇ ખુબ ટેન્શનમાં આવી ગયા હતાં. બિઝનેસની સતત ચિંતામાં તેઓને આશરે પ૪ વર્ષની ઉમરે હાર્ટ-એટેક આવ્યો હોવાનું સંભળાઇ રહ્યું છે. સ્વર્ગસ્થની સાથે ટ્રાવેલ્સના બિઝનેસમાં તેમના પુત્ર શશાંક પણ જોડાયેલ હોવાનું જાણવા મળે છે.

(3:58 pm IST)