Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ડોકટરો ઉપર વધતા હુમલાના વિરોધમાં કાલે રાત્રે ૯ કલાકે સરકારને વ્હાઇટ એલર્ટ અપાશે

ગુરૂવારે દેશભરના ડોકટરો હાથ પર કાળી પટ્ટી ધારણ કરીને બ્લેક ડે મનાવાશે

અમદાવાદ, તા., ર૧: દેશના અનેક રાજયો અને શહેરોમાં ડોકટરો ઉપર લોકો દ્વારા તેમજ દર્દીઓ દ્વારા કરવામાં આવતા હુમલાના વિરોધમાં આઇએમએના એલાનને પગલે રર એપ્રિલે બુધવારે રાત્રે ૯ કલાકે મીણબતીઓ પ્રગટાવીને તમામ ડોકટરો અને હોસ્પીટલો દ્વારા સરકારને વ્હાઇટ એલર્ટ આપવામાં આવશે.

જો સરકાર દ્વારા વટહુકમ લાવીને ડોકટરો, નર્સો, હેલ્થ વર્કર્સ, હોસ્પીટલોને રક્ષણ આપવા વટહુકમ લાવીને કાયદો નહી ઘડાય તો ર૩ એપ્રિલે ગુરૂવારે બ્લેક ડે મનાવવામાં આવશે. દેશના તમામ ડોકટરો હાથ પર કાળી પટ્ટી બાંધીને કામ કરશે. ર૩મી એપ્રિલે ગુરૂવારે દેશભરમાં ડોકટરોએ બ્લેડ ડે મનાવવાનું નક્કી કર્યુ છે. તે દિવસે ડોકટરો હાથ પર કાળી પટ્ટી પહેરીને કામકાજ કરશે.

આ અંગે રાજકોટ આઇએમએ પ્રમુખ ડો.ચેતન લાલસેતાએ હુમલાની નિંદા કરી કડક કાયદો બનાવવાની માંગ કરી છે. રાજકોટના તમામ તબીબો વ્હાઇટ એલર્ટમાં જોડાશે.

(3:57 pm IST)