Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

કોરોના સામે લડવા માટે આયુર્વેદનો ઉપચાર મજબૂત

ગાંધીનગર કોરોના શું છે એ હવે બધા જ જાણે છે. આપણે એ જાણીયે કે તેનાથી બચવાના ઉપાયો શું છે અને તેમાં ખોરાક અને દિનચર્યા- જીવનપદ્ઘતિમાં શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે આપણે જોઈશું.

કોરોના વાઇરસ (COVID)ના લક્ષણ આયુર્વેદ સંહિતામાં વર્ણવેલા કફ જવાત જવર સમાન છે.

નસ્યકર્મઃ દેશી ગાયના વલોણાંનાં ધીના બે બે ટીપા નાકના બંને છેદ્રોમાં દિવસમાં બે વાર નાંખવાં જોઈએ

પદ્ઘતિ : સીધા સુઈ જઈને ખભા નીચે ઓશીકું રાખો જેથી માથું પાછળની તરફ ઢળી જશે. પછી વારાફરતી બંને નાકનાં કાણાંમાં ર-ર ટીપા ઘીના નાખો અને ધીમે થી શ્વાસ લો.

ધૂમ્રપાન :  લસણ, લીંડીપીપર, સુવા વગેરે ઔષધિ દ્રવ્યોથી બનેલી વર્તી (સ્ટિક) સહેજ સળગાવીને થતાં ધૂમાડાંને નાકથી લો અને મોંથી બહાર કાઢો. આ પ્રક્રિયા કફનો ઘટાડો કરે છે.

ધૂપઃ લીંબડો , ગૂગળ, કપૂર, દેશી ગાયના સૂકાં છાણાંનો ધુપ કરો. જે વાતાવરણને જંતુમુકત રાખવામાં મદદ કરે છે.

નાસ : તપેલીમાં ગરમ પાણી કરી તેમાં અજમો અને ફુદીનો ઉમેરી માથા પર ધાબળો કે ચાદર ઓઢીને દિવસમાં એક થી બે વાર દસ મિનિટ નાસ લેવો.

સવારે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ અને બપોરે સૂવું જોઈએ નહિ.

યોગ અને પ્રાણાયામ માટેઓછામાં ઓછો ૩૦ મિનિટનો સમય ફાળવો.

ખોરાક : દૂધની બનાવટો પનીર, ચીઝ, છાસ, દહીં, લસ્સી તથા ફાસ્ટફૂડ, જંકફૂડ, તળેલી આઈટમો, મીઠાઈ, આઈસ્ક્રીમ, ઠંડાપીણાં, કેળા, બેકરી આઈટમ ,, બ્રેડ, ઠંડુ પાણી વગેરેનો ઉપયોગ ન કરવો.

તાજો અને ગરમ ખોરાક જ લેવો જોઈએ મગ અને રોટલી શ્રેષ્ઠ આહાર ગણી શકાય. શકય હોય તો રાતનું જમવાનું છોડવું જોઈયે. જયાં તેલનો વપરાશ કરવો હોય ત્યાં ફકત તલ તેલ અથવા મગફળી તેલનો ઉપયોગ કરવો, ઓર્ગેનિક શાકભાજી અને ફળો જ વાપરો.

લોકડાઉનના સમયને વેકેશન સમજીને પચવામાં ભારે વાનગીઓ ન ખાવી.

પાણી : ઠંડુ (ફ્રીજ)નું પાણી બિલકુલ ન વાપરવું. સુંઠ નાખીને બનાવેલું પાણી ઉત્તમ છે.

પદ્ઘતિ : જો બે લીટર પાણી બનાવવું હોય તો તેમાં એક ચમચી સુંઠ પાવડર નાખી તેને દસ મિનિટ ઉકાળો આમ તૈયાર થયેલું પાણી થર્મસ બોટલમાં ભરી તેવા પાણીનું ગરમ ગરમ સતત સેવન કરો. હાલની ઋતુ અનુસાર ત્રણથી ચાર લીટર પાણીનું સેવન કરવું જોઈએ.

ગંડૂષક્રિયા : તલનુ તેલ મોં આખું ભરાઈ જાય એટલું મોંમાં ભરી આકાશ તરફ જોઈ મોં પહોળું કરવું. કોઈજાતનો અવાજ ન કરવો. આ પોઝિશન સાત મિનિટ રાખી થુંકી નાખો. ત્યારબાદ તેના પર ગરમ પાણીના કોગળાં કરી લો. અથવા એક લીટર પાણીમાં બે ચમચી મીઠું અને એક ચમચી હળદર નાખી પાંચ મિનિટ સુધી ઉકાળો ત્યારબાદ સહન થાય તેટલું ગરમ હોય ત્યારે તેનાથી પણ ઉપરમુજબની પ્રક્રિયા- ગંડૂષ કરવું ફાયદાકારક છે. આમ કરવાથી મોં અને ગળામાં રહેલા બેકટેરિયાનો નાશ થાય છે.

હર્બલટી : સુંઠ પાવડર , તજ, મરી, સૂકી દ્રાક્ષની હર્બલ ટી બનાવી દિવસમાં બે વાર પીવી. સ્વાદ ફેર કરવા તેમાં ગોળ અને લીંબુ રસ ઉમેરી શકાય. આમ કરવાથી કફ નાશ પામે છે.

દૂધ : એક ગ્લાસ ૨૦૦ ml ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરી દિવસમાં બે વાર પીવું જોઈએ.

ડો. વિનાયક ડી. પંડ્યા

મેનેજિંગ ડિરેકટર

ન્યુરોપંચ આયુર્વેદ હોસ્પિટલ

(3:56 pm IST)