Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

લોકડાઉનમાં બી.એ.પી.એસની અનન્ય સેવા

કોરોના મહામારીના વૈશ્વિક પ્રકોપ વચ્ચે અનેકવિધ લોકસેવાઓનો યજ્ઞ આદરીને પૂજય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ માનવતાનું એક વધુ ઉદાહરણ પૂરું પાડ્યું છે.લોકડાઉનના ૨૧ દિવસ દરમ્યાન જરૂરીયાતમંદ લોકોને ભોજન, રાશન, તાજાં લીલાં શાકભાજી વગેરે સેવાઓ પૂરી પાડીને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ લાખો લોકોની આંતરડી ઠારી છે. કુલ ૪૭.૮૩ લાખથી વધુ લાભાર્થીની સેવા કરી છે, જેમાં ૨૮,૩૯,૩૭૦ ભોજનથાળીના રાશનનું વિતરણ કરાયું છે, ૧૭,૨૭,૧૯૭ ભોજનથાળીનાં તાજાં લીલાં શાકભાજીનું વિતરણ કરાયું છે, તે ઉપરાંત ૨,૧૭,૩૧૮ઙ્ગલાભાર્થીઓને ગરમ ભોજન પહોંચાડ્યું છે.ઙ્ગઆ ઉપરાંત ૩૦,૩૦૦ વધુ મેડિકલ માસ્ક અને ૫૦૦૦થી વધુઙ્ગ સેનીટાઈઝરનું પણ વિતરણ કર્યું છે. આ રાહતકાર્ય અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ,ઙ્ગભાવનગર, મહેસાણા, જામનગર, જૂનાગઢ, હિંમતનગર, નવસારી, ભરૂચ, ગોંડલ, ગાંધીનગર, ધારી, સાંકરી, ઉકાઈ, બોડેલી, નડિયાદ, ધોળકા, બોચાસણ, લીંબડી, વગેરે સહિત ગુજરાતનાં તમામ મુખ્ય શહેરોમાં હાથ ધરવામાં આવ્યું છે. ઉપરાંત દિલ્હી, મુંબઈ, જયપુર, નાગપુર,ઙ્ગપૂના, સિકંદરાબાદ, ઉદેપુર, ઈન્દોર, જોધપુર, સિરોહી સહિત ભારતનાં જુદાં જુદાં રાજયોમાં અનેક શહેરોમાં આ રાહતકાર્યો હાથ ધરવામાં આવ્યાં છે.  સાથે સાથે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહતફંડમાં ૭૨ લાખનું અનુદાન પણ આપવામાં આવ્યું છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આ સેવાકાર્યમાં જોડાયેલા એક હજારથી વધુ સંતો અને પાંચ હજારથી વધુ સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે, જેઓ સોશિઅલ ડિસ્ટન્સ, સેનીટાઈઝેશન, માસ્ક વગેરે સહિત તમામ સાવધાનીઓ સાથે સેવા કરી રહ્યા છે.ઙ્ગબી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાનાં મંદિરો આ લોકસેવાનાં મુખ્ય કેન્દ્રો બન્યાં છે.  ઉલ્લેખનીય છે કે પૂજય પ્રમુખસ્વામી મહારાજે દાયકાઓથી આદરેલી લોકસેવાઓના દોરને લંબાવતાં આ સેવાકાર્યો, પૂજય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી પર્વે, એમને એક અંજલિ સમાન બની રહ્યાં છે.

(3:47 pm IST)