Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદમાં ૮૦ સહિત ૧૧૨ કેસ સપાટી ઉપર : સંખ્યા ૨૧૭૮

ગુજરાતમાં વધુ ૧૩ લોકોના મોત સાથે મૃતાંક વધીને ૯૦ થયો : ગુજરાતમાં હજુ પણ ૧૪ દર્દી વેન્ટીલેટર પર હોવાના હેવાલો : ૧૯૩૫ દર્દી સ્ટેબલ સ્થિતીમાં : સુરતમાં વધુ ૯ કેસો ખુલ્યા : કઠોર નિયમો હજુય અમલ

અમદાવાદ,તા.૨૧ : અમદાવાદમાં ૮૦ નવા કેસ સાથે ગુજરાતમાં આજે મંગળવારના દિવસે ૧૧૨ નવા કેસો સપાટી સપાટી ઉપર આવ્યા હતા. આની સાથે ગુજરાતમાં અતિ ઝડપથી કોરોના કેસોની સંખ્યા વધવાનો સિલસિલો જારી રહ્યો છે. આજે વધુ ૧૩ લોકોના મોત થયા હતા. આની સાથે ગુજરાતના કોરોનાના કારણે દમ તોડી ચુકેલા લોકોની સંખ્યા વધીને ૯૦ ઉપર પહોંચી હતી. આજે જે ૧૧૨ કેસ નોંધાયા હતા જે પૈકી એકલા અમદાવાદમાં ૮૦ કેસ નોંધાયા હતા જ્યારે સુરતમાં નવ અને અરવલ્લીમાં ચાર કેસ નોંધાયા હતા. બનાસકાંઠામાં પણ પાંચ કેસ નોંધાયા હતા. નવા નવા વિસ્તારોમાં કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે પરંતુ સૌથી ચિંતાજનક બાબત અમદાવાદ માટે બનેલી છે.

       આજે ૧૩ લોકોના મોત થઇ ગયા હતા જે પૈકી એકલા ૧૦ લોકોના મોત થયા હતા. અમદાવાદ સિવિલમાં ચાર લોકોના મોત થયા હતા જ્યારે અમદાવાદ એસવીપીમાં લોકોના મોત થયા હતા. સુરત સિવિલમાં બે લોકોના મોત થયા હતા. એકાએક મોતનો આંકડો પણ ઝડપથી વધવા લાગ્યો છે. કોરોનાના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ૧૪ દર્દીઓ હજુ વેન્ટીલેટર પર છે. સાથે સાથે ૧૯૩૫ દર્દીઓ સ્ટેબલ રહેલા છે. આજે પણ કોરોના પ્રભાવિત વિસ્તારોમાં સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમદાવાદમાં વધુ ૮૦  કેસો સપાટી પર આવ્યા હતા. હોટસ્પોટ બનેલા અને ખતરનાકરીતે કોરોનાના કેસો જ્યાં વધી રહ્યા . અમદાવાદમાં આજે જે ૮૦ પોઝિટિવ કેસ આવ્યા હતા . લેબોરેટરી પરીક્ષણની વાત કરવામાં આવે તો છેલ્લા ૨૪ કલાકના ગાળામાં ૩૫૧૩  ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી ૨૩૯  કેસ પોઝિટિવ રહ્યા છે જ્યારે ૩૨૭૪  કેસ નેગેટિવ રહ્યા છે. હજુ સુધી ટેસ્ટની વાત કરવામાં આવે તો આંકડો ૩૬૮૨૯  સુધી પહોંચ્યો છે જે પૈકી ૨૧૭૮ કેસ પોઝિટિવ રહ્યા છે અને ૩૪૬૫૧  કેસ નેગેટિવ રહ્યા છે.

       આજે   લોકોના મોત થયા હતા જે પૈકી તમામ મોટી વયના લોકો છેઅમદાવાદમાં કેસોને રોકવા માટે વિવિધ પગલાની અસર દેખાઇ રહી છેરાજ્યમાં કોરોનાને લઇને સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. રાજયમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના હોટસ્પોટ સ્થાનોએ સરકાર અને તંત્ર દ્વારા મહત્તમ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તેના કારણે હાલ રાજયમાં કોરોના પોઝિટિવના કેસોમાં આટલો ઉછાળો અથવા તો વધારો નોંધાઇ રહ્યો છેઅમદાવાદ અને વડોદરા રાજ્યમાં હોટસ્પોટ તરીકે નોંધાઈ ગયા છે. કારણ કે, બે જગ્યા પર સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છેગુજરાતમાં દેશના અન્ય ભાગોની જેમ કોરોનાના કેસોમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે.

       સૌથી વધુ પ્રભાવિત રહેલા રાજ્યોમાં હવે ગુજરાત પણ સામેલ થઇ ગયું છે. રાજ્ય સરકાર જુદી જુદી રીતે માહિતી મેળવવાના તમામ પ્રયાસો કરી રહી છે. ચકાસણીની પ્રક્રિયા પણ તીવ્ર કરવામાં આવી છે. રાજ્યમા ખાસ કોરોના હોસ્પિટલો પણ ઉભી કરવામાં આવી છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે. લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. તમામ નિષ્ણાતોના કહેવા મુજબ ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારઅહીં રાહત મળે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. અમદાવાદના જુદા જુદા ઝોનમાં સઘન કામગીરી ચાલી રહી છે

       હોમ કોરેન્ટાઇનમાં રહેલા દર્દીઓની સંખ્યા ૨૬૫૯૦ રહી છે. જ્યારે સરકારી ફેસિલીટીમાંકોરોન્ટાઇન રહેલા દર્દીઓની સંખ્યા ૩૪૩૬ રહી છે. કુલ કોરોન્ટાઇન દર્દીઓની સંખ્યા ૩૦૩૫૪ રહી છે. ગુજરાતના સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તારમાં અમદાવાદ છે. ત્યારબાદ વડોદરા અને સુરતમાં પણ મોટી સંખ્યામાં કેસો છે. ગુજરાતમાં જે કેસો વધ્યા છે તે પૈકી મોટાભાગે અમદાવાદમાં વધી રહ્યા છે. અન્યત્ર સ્થિતિ કાબૂમાં આવી રહી છે પરંતુ અમદાવાદના લીધે આંકડો ઉલ્લેખનીયરીતે વધ્યો છે.

ગુજરાતમાં નવા કેસો...

અમદાવાદમાં નવા ૮૦ કેસ

અમદાવાદ, તા.૨૧ : ગુજરાતમાં કોરોનાના આજે નવા ૧૧૨ કેસો નોંધાયા હતા જે પૈકી એકલા અમદાવાદમાં ૮૦ કેસો નોંધાયા હતા. આની સાથે કેસોની સંખ્યા વધીને ૨૧૭૮ સુધી પહોંચી ગઈ છે જ્યારે આજે વધુ ચાર લોકોના મોત થયા હતા. ક્યાં કેટલા કેસ આજે નોંધાયા તે નીચે મુજબ છે.

વિસ્તાર

કેસ

અમદાવાદ

૮૦

સુરત

૦૯

અરવલ્લી

૦૪

બનાસકાંઠા

૦૫

ભરુચ

૦૧

બોટાદ

૦૨

મહેસાણા

૦૧

સાબરકાંઠા

૦૧

વડોદરા

૦૬

દાહોદ

૦૧

નવસારી

૦૧

વલસાડ

૦૧

કુલ

૧૧૨

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગુજરાત : કોરોના ચિત્ર

ગુજરાતમાં કેસોની સંખ્યા ૨૦૬૬

અમદાવાદ, તા.૨૧ : ગુજરાતમાં કેસોની સંખ્યામાં અતિઝડપથી વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા વધીને ૨૦૬૬ ઉપર પહોંચી ચુકી છે. મોતનો આંકડો પણ અવિરત વધી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના ક્યા કેટલા કેસો નોંધાયા તે નીચે મુજબ છે.

શહેર

કેસ

અમદાવાદ

૧૩૭૮

વડોદરા

૧૯૪

સુરત

૩૪૭

રાજકોટ

૪૦

ભાવનગર

૩૨

આણંદ

૨૮

રૂ

૨૪

ગાંધીનગર

૧૭

પાટણ

૧૫

પંચમહાલ

૧૧

બનાસકાંઠા

૧૫

નર્મદા

૧૨

છોટાઉદેપુર

૦૭

કચ્છ

૦૬

મહેસાણા

૦૭

બોટાદ

૦૭

પોરબંદર

૦૩

દાહોદ

૦૪

ગીરસોમનાથ

૦૩

ખેડા

૦૩

જામનગર

૦૧

મોરબી

૦૧

સાબરકાંઠા

૦૩

અરવલ્લી

૧૨

મહીસાગર

૦૩

તાપી

૦૧

વલસાડ

૦૩

નવસારી

૦૧

કુલ

૨૧૭૮

 

ગુજરાતમાં કોરોના કહેર......

અમદાવાદમાં કુલ ૫૩ લોકોના મોત થયા છે

અમદાવાદ,તા.૨૧ : ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે જે રાજ્યો સૌથી વધુ અસરગ્રસ્ત છે તે પૈકી ગુજરાત પણ સામેલ છે. આજે નવા સપાટી પર આવ્યા બાદ સંખ્યા વધીને ૨૧૭૮ સુધી પહોંચી છે. ગુજરાતમાં કોરોનાનો આતંક નીચે મુજબ છે.

ગુજરાતમાં કોરોનાના કુલ કેસ

૨૧૭૯

સ્થિર રહેલા દર્દીઓ

૧૯૩૫

વેન્ટીલેટર પર રહેલા દર્દીઓ

૧૪

હજુ સુધી ડિસ્ચાર્જ કરાયેલા દર્દી

૧૩૯

ગુજરાતમાં કુલ મોત

૯૦

મંગળવારે કેસો

૧૧૨

મંગળવારે મોત

૧૩

મંગળવારના દિવસે ડિસ્ચાર્જ

૦૮

છેલ્લા ૨૪ કલાકમાં ટેસ્ટ

૩૫૧૩

છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ કેસ

૨૩૯

છેલ્લા ૨૪ કલાકમાં નેગેટિવ કેસ

૩૨૭૪

હજુ સુધી કુલ ટેસ્ટ

૩૬૮૨૯

હજુ સુધી નેગેટિવ

૩૪૬૫૧

હોમ ક્વોરનટાઈનમાં દર્દીઓ

૨૬૫૯૦

સરકારી ફેસિલિટીમાં ક્વોરનટાઈન

૩૪૩૬

પ્રાઇવેટ ફેસિલિટીમાં ક્વોરનટાઈન

૩૨૮

કુલ ક્વોરનટાઈન

૩૦૩૫૪

અમદાવાદમાં કુલ કેસો

૧૩૭૮

અમદાવાદમાં કુલ મોત

૫૩

(8:57 pm IST)