Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સુરતમાં કોરોનાનો હાહાકાર :એક જ સોસાયટીના 12 સહિત 57 પોઝિટિવ કેસ : મૃત્યુઆંક 11 થયો

આખી સોસાયટીમાં મનપાની ટીમ દ્વારા ડિસઇન્ફેક્શનની કામગીરી કરાઈ

સુરતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે એક જ સોસાયટીના 12 સહિત કુલ 57 કેસ જાહેર થયા હતા.અત્યાર સુધીના કુલ પોઝિટિવની સંખ્યા 338 થઈ છે. મોડી રાત્રે એકનું મૃત્યુ થતાં મરણાંક 11 થયો છે.

સુરત શહેરમાં રવિવાર સુધીમાં ૨૪૨ કેસો હતા. ત્યારબાદ સોમવારે સવારે નવા ૨ કેસ આવ્યા બાદ મોડીસાંજે બીજા ૫૫ કેસો આવ્યા હતા. જિલ્લામાં માંડવીમાં પણ એક કેસ આવ્યો હતો. કોરોના પોઝિટિવનો આંક ૩38 પર પહોંચવાની સાથે સાથે સોમવારે સવારે બે મૃત્યુ થયાય બાદ મોડીરાત્રે વધુ એક મહિલાનું મોત થતા આજે એક જ દિવસમાં કુલ ત્રણના મોત થયા હતા. આ સાથે જ સુરતનો મૃત્યુઆંક ૧૧ થયો છે.

સોમવારે નોંધાયેલા કેસમાં એક કિરણ હોસ્પિટલની મહિલા તબીબનો પણ સમાવેશ થાય છે. નવા આવેલા કેસમાં લિંબાયત, વરાછા અને સેન્ટ્રલ ઝોનના કેસ વધુ છે. આ ઉપરાંત પાંડેસરામાં આવેલા સ્વામિનારાયણ નગરમાંથી એક સાથે ૧૨ પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેના કારણે આખી સોસાયટીમાં મનપાની ટીમ દ્વારા ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત હોટ સ્પોટ બનેલા માન દરવાજા ટેનામેન્મટમાંથી વધુ ૬ કોરોનાના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. માન દરવાજા સુરત શહેર માટે સૌથી વધુ હોટ સ્પોટ બનાવ પામ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૬૦થી વધુ કેસો માત્ર માન દરવાજામાંથી સામે આવ્યા છે

(12:47 pm IST)