Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદના 6 હોટસ્પોટ વિસ્તારોમાંથી જ 70 ટકા કેસ નોંધાયા : જમાલપુરમાં 300થી વધુ કોરોના દર્દી

બહેરામપુરા વિસ્તારમાં 200થી વધારે કેસ નોંધાયા

અમદાવાદમાં ખોખરા જેવા વિસ્તારોમાં કોરોના સંક્રમણના 35 દિવસ પછીથી કેસ નોંધાયો છે. અમદાવાદમાં સૌથી વધારે કેસ 6 જેટલા હોટસ્પોટ વિસ્તારોમાંથી જ નોંધાયા છે. અમદાવાદના કુલ અમદાવાદમાં કાલુપુર, દરિયાપુર, શાહપુર, જમાલપુર, બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારો હોટ વિસ્તારો છે. આ વિસ્તારોમાં વસતી ગીચતા પણ વધારે છે. ખાડિયા (કાલુપુર) અને દરિયાપુર વિસ્તારોમાં 100થી વધારે કેસ નોંધાયા છે. જમાલપુર એ સૌથી હોટ સ્થળ રહ્યું છે.

  કોરોના સંક્રમિતોની સંખ્યા જમાલપુરમાં વધારે છે. અમદાવાદમાં નોંધાયેલા કોરોના દર્દીઓમાં સૌથી વધારે 300થી વધારે દર્દીઓ એકલા જમાલપુર વિસ્તારમાં નોંધાયા છે. તે પછીથી બહેરામપુરા વિસ્તારમાં 200થી વધારે કેસ નોંધાયા છે.

 કોરોના સંક્રમણ વધવાના કારણોમાં મોટેભાગે આ વિસ્તારોમાં લોકડાઉન તેમજ કરફ્યુ હોવા છતાં ખુલ્લેઆમ ફરનારા લોકો વધારે હતા તો બહેરામપુરા જેવા વિસ્તારોમાં ચાલીમાં સંકડાશ વધારે હોવાને કારણે સોશ્યલ ડિસ્ટન્સ રાખવું ભારે પડે તેમ છે. આ સિવાય અમદાવાદમાં દિલ્લી મરકજમાંથી આવેલા લોકો સામેથી બહાર ન આવવાન કારણે પણ કોરોના સંક્રમણ વધ્યું હોવાનું સ્થાનિકોનું માનવું છે

  આ વિસ્તારોમાં કરફયુ નાંખ્યો હોવા છતાં છૂટછાટના સમયમાં મહિલાઓ મોટી સંખયામાં બાળકો સાથે ખરીદી કરવા બહાર નીકળી પડે છે. લોકો જ્યાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી કોરોનાને ડામવો મુશ્કેલ બનશે એવું કમિશ્નર નહેરાનું પણ માનવું છે.

(12:44 pm IST)