Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ગીર પૂર્વની ર રેન્જમાં ર માસમાં રપ સિંહના મોતથી ખળભળાટ

ચેપી રોગથી મોતનું કારણ વન વિભાગે નકાર્યું!! વન વિભાગનો કાફલો જસાધારમાં : પરિમલ નથવાણીએ ટવીટ કરતા તંત્ર દોડતું થયું

લીલીયા, તા. ર૧ : ગીર પૂર્વ વન વિભાગ હેઠળ આવતી બે રેન્જના જંગલમાં ર માસમાં રપ સાવજ મોતને ભેટયાની વાત બહાર આવી છે. જો કે વન વિભાગે આ વાતને સ્વીકારી છે, પણ આની પાછળ કોઇ ચેપી રોગચાળો હોવાની વાતનો ઉચ્ચ અધિકારીઓ સતત ઇન્કાર કરી રહ્યા છે.

બે દિવસ પહેલા ૮ સિંહબાળ અને તેની સાથેની ૭થી ૮ સિંહણો પણ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી જે પૈકી એક સિંહબાળનું મોત થયું છે. અને જુનાગઢના સક્કરબાગ સહિત બીજા એનિમલ કેર સેન્ટરમાંથી પણ તબીબી ટુકડીઓ જસાધાર બોલાવાઇ હતી. ખુદ સી.સી.એફ. ત્યાં દોડી ગયા હતા. આજે તેમની દેખરેખ  નીચે સ્થિતિની સમીક્ષા કરાઇ છે.

આ સિંહબાળએ લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોવાને લીધે મોતને ભેટયાનું વન વિભાગનું કહેવું છે, પણ જે રીતે વેટનરી તબીબોનો ખડકલો જસાધારમાં થયો  હતો તેના પરથી કોઇ ગંભીર બાબત હોવાની પ્રતિતી થઇ રહી છે.

૩માંથી એક જ જીવે છે કુદરતનો નિયમ છે

સિંહો જેટલા જન્મે એટલા દર ૩ સિંહબાળ પૈકી ૧નું મોત થાય એજ સિંહોનો સર્વાઇલ  રેશિયો છે. એ કુદરતી ઘટના છે અમારા ફોરેસ્ટ મેનેજમેન્ટના સેન્યુઅલમાં આ વાતને માન્ય રાખવામાં આવી છે. હા તેના કારણો જુદા હોય શકે ખરા પણ જસાધારમાં રાખેલ પૈકી એક પણ જો ડિસ્ટેમ્પરની કોઇ જ શકયતા નથી ર માસમાં રપ સિંહોના મોતની ઘટના નવી નથી .સી.સી.એફ. ડી.ટી. વસાવડા. કેનાઇના ડિસ્ટમ્પર વાઇરસ જેવી બીમારીથી મોત ?

રાજય સભાના સાંસદ પરિમલ નથવાણીએ ર માસમાં જ રપ સિંહબાળ કેનાઇના ડિસ્ટેમ્પર વાઇરસથી મોતને ભેટાનું જેવા લક્ષણો ધરાવતા હોવાના કારણે  ટ્વિટ કર્યું છે. જેમણે ૧૮ બિમાર સિંહોનો વન વિભાગે પકડયાની બાતમીએ ક્ષેત્રે સારવાર બાદ તેને મુળ વિસ્તારમાં છોડવામાં આવશે એમ જણાવ્યું છે. સાથે તેમણે ગીર વિભાગને ઝડપથી કાર્યવાહી કરવી જોઇએ એમ પણ જણાવ્યું છે.

(12:43 pm IST)