Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

કોરોનાનો કહેર : રાજ્યમાં સૌથી વધુ સુરતમાં નવા 38 કોરોના પોઝિટિવ કેસ : કુલ 338

અમદાવાદને પાછળ રાખીને સુરતમાં સૌથી વધુ કેસ 69 નોધાયા

અમદાવાદ : ગુજરાતમાં આજના દિવસના નવા 78 કુલ કોરોના પોઝિટિવ કેસ આવ્યાં હતાં. જેમાં અમદાવાદમાં 32 કેસ નોંધાયા હતાં. તો સૌથી વધુ સુરતમાં 38 કેસ નોંધાયા છે.

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.રાજ્યમાં વધુ છેલ્લા 12 કલાકમાં નવા 127 કેસ નોંધાયા છે. વધુ છ લોકોના મોત નિપજ્યા છે  અમદાવાદમાં વધુ નવા 50 કેસ પોઝીટીવ આવ્યા છે. આજે અમદાવાદને પાછળ રાખીને સુરતમાં સૌથી વધુ કેસ 69 નોધાયા છે. અન્ય જિલ્લાઓમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 બે નવા કેસ નીકળ્યા છે. અમદાવાદ માટે થોડીસારી બાબત કહી શકાય કે છેલ્લા પાંચેક દિવસથી વધતા કેસોમાં આજે થોડી બ્રેક લાગી છે. કોરોના પોઝીટીવની સંખ્યા ઘટી તે સારા સમાચાર કહી શકાય. અમદાવાદમાં અત્યાર સુધી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 1300 પર પહોંચવા આવી છે.

(11:45 am IST)