Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

કફર્યુગ્રસ્ત વિસ્તારના સ્ટાફ માટે શમશેરસિંઘ દ્વારા ટવીટર થ્રુ પીપી સુટની તાકીદે ખરીદી

અમદાવાદમાં બે ડઝનથી વધુ પોલીસ સ્ટાફને અસર થતા, કફર્યુગ્રસ્ત વિસ્તારોમાં વિશેષ સાવચેતી રાખવા ઉચ્ચ કક્ષાએ રણનીતી ઘડાઇ

રાજકોટ, તા., ર૧: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં અમદાવાદની સંખ્યા ખુબ જ વધુ હોવા સાથે કોટ વિસ્તારમાં  કફર્યુના કડક અમલ કરાવવા જતા બે ડઝનથી વધુ પોલીસ સ્ટાફને માઇનોર અસર થતા જ  અમદાવાદના પોલીસ કમિશ્નર આશીષ ભાટીયા, કફર્યુગ્રસ્ત વિસ્તારનો જેમને ખાસ હવાલો સુપ્રત કરાયો છે તેવા લોખંડી હાથે કામ લેવા માટે જાણીતા એડીશ્નલ ડીજીપી શમશેરસિંઘ વિગેરેએ એક રણનીતિ તૈયાર કરી તેનો તાકીદે અમલ શરૂ કરાવ્યો છે.

ખુબ સાવચેતી રાખવા જણાવ્યું છે એ સંદર્ભે વિવિધ પગલાઓ લેવાયા છે.

દરમિયાન કફર્યુગ્રસ્ત વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ સ્ટાફ વિગેરે માટે તાકીદે ટવીટર પર ઉત્પાદકો સાથે ચર્ચા કરી પીપીસુટ  મેળવી લેવાયા છે. હવે કફર્યુગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ સ્ટાફ પીપી સુટ સાથે જ ફરજ બજાવશે તેમ અકિલા સાથેની વાતચીતમાં કફર્યુગ્રસ્ત વિસ્તારોનો હવાલો સંભાળતા એડીશ્નલ ડીજીપી કક્ષાના સિનીયર આઇપીએસ શમશેરસિંઘે જણાવ્યું હતું.

તેઓએ અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે કફર્યુગ્રસ્ત વિસ્તારમાં લોકોની અજ્ઞાનતાના કારણે સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ ન હતુ પરંતુ હવે આ સમસ્યા મહદ અંશે તેઓએ દુર કરી હોવાનું અને તમામ દુકાનો નજીક ડીસ્ટન્સ દર્શાવતા 'સર્કલ' કરી લોકોએ એ સર્કલમાં જ રહે તે માટે પણ પોલીસ ઉપરાંત દુકાનદારોએ તેમના માણસને ખાસ વ્યવસ્થા માટે રાખવા પણ સુચના અપાયાનું જણાવ્યું હતું.

(3:12 pm IST)