Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

કફર્યુગ્રસ્ત વિસ્તારોની મુલાકાતો લેવા સિનીયર અધિકારીઓને ડીજીપી શિવાનંદ ઝા દ્વારા આદેશ

કફર્યુગ્રસ્ત વિસ્તારોમાં આઇબીને પણ મહત્વની ભૂમિકા સુપ્રત કરતા સંજય શ્રીવાસ્તવ

રાજકોટઃ ગુજરાતમાં કોરોના વાયરસ ફેલાવામાં અમદાવાદ-વડોદરા-સુરત અને રાજકોટના ચોક્કસ વિસ્તારો હોટ સ્પોટ બન્યા હોવાથી આ વિસ્તારોમાં કફર્યુનો કડક અમલ કરી આ વિસ્તારના લોકો યેનકેન પ્રકારે ઘરની બહાર નિકળી જતા હોવાથી કફર્યુનો કડક અમલ થાય છે કે કેમ ? તે જોવા માટે સિનીયર કક્ષાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને સમયાંતરે સરપ્રાઇઝ વિઝીટ કરવા આદેશ અપાયાનું ડીજીપી શિવાનંદ ઝા જણાવે છે.

દરમિયાન ડીજીપી શિવાનંદ ઝાએ કફર્યુગ્રસ્ત વિસ્તારોને કેન્દ્રમાં રાખી આ ચેપ વધુ ન ફેલાય અને લોકો તેનો ભોગ ન બને તે માટે વિવિધ પ્રકારની રણનીતિનો અમલ કરવાના ભાગ રૂપે ગુપ્તચર બ્યુરોના વડા સંજય શ્રીવાસ્તવ સાથે ચર્ચા કરી ગુપ્તચર બ્યુરોને પણ કફર્યુગ્રસ્ત વિસ્તારોમાંથી પોતાના સ્ત્રોત મારફત વિગતો એકઠી કરવાનું નક્કી થતા આઇબી વડા સંજય શ્રીવાસ્તવે રાજયભરના યુનીટોને કફર્યુગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે ફરજ સુપ્રત કર્યાનું ગુપ્તચર વર્તુળોએ અકિલાને જણાવ્યું છે.

(11:45 am IST)