Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

રાષ્ટ્રીય અન્ન સુરક્ષામાં સમાવેશ ન હોય તેવા પરિવારોને પણ રોકડ સહાય આપોઃ પરેશ ધાનાણી

રાજકોટ,તા.૨૧: રાજ્ય સરકારે ૨૦ એપ્રિલે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત ૬૬ લાખ કાર્ડધારકલના બેંક ખાતામાં રોકડ રૂ. ૧,૦૦૦ જમા કરાવવાની જાહેરાત કરી છે, પરંતુ જે પરિવારોનો NFSA માં સમાવેશ થયો નથી એવા પરિવારોને પણ રાજય સરકારે રોકડ સહાય આપવી જોઇએ તેવી માંગ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કરી છે. તેમણે મુખ્યપ્રધાનને પત્ર લખીને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અનાજનો લાભ મેળવનારા આ પરિવારોને આર્થિક મુશ્કેલીમાંથી બહાર લાવવા આર્થિક સહાય આપવી જોઇએ એમ જણાવ્યું છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને લખેલા પત્રમાં વિપક્ષી નેતા પેરશભાઇ ધાનાણીને જણાવ્યું છે કે NFSAમાટે જે તે સમયે સર્વે કરવામાં આવ્યો ત્યારે આવા અનેક પરિવારો કોઇ કારણોસર પોતાનું નામ યાદીમાં લખાવી શકયા નથી. ધંધા-રોજગાર ઠપ છે. અને કોરોનાની સ્થિતિ જોતા ફરી કયારે શરૂ થશે તે તે નકકી નથી. ત્યારે આ લાખ્ખો પરિવારોને પણ જરૂરિયાત છે ત્યારે તેઓ રોકડ સહાયના લાભથી વંચિત રહેવા જોઇએ નહી. સાથો સાથ આ પરિવારને 'અન્ન બ્રહ્મ યોજના' અંતર્ગત રાશનકીટ આપવી જોઇએ. સમગ્ર રાજ્યના એપીેએલ અને બીપીએલ સહિત ઓછી આવકવાળા દરેક પરિવારને જીવનનિર્વાહ માટે આગામી છ મહિના સુધી માસિક ક્રેશડોલ્સની ચુકવણી કરીને ગરીબ પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દાખવી, સકારાત્મક ર્નિર્ણય કરવા તેમણે મુખ્યપ્રધાનને અપીલ કરી છે.

(11:41 am IST)