Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

પાટણમાં ગુટખા,બીડી ,સિગારેટના વેચાણ-કાળાબજાર કરતા વેપારીઓ પર તંત્રની તવાઈ : એક લાખનો મુદામાલ જપ્ત

ત્રણ થી ચાર ગણા પૈસા વસૂલ કરતા હોવાની ફરિયાદો દરોડા

 પાટણ: કોરોના વાઇરસને પગલે લોક ડાઉન બાદ પાટણ શહેરમાં તમાકુ ઉત્પાદનની બનાવટો એવી ગુટખા, બીડી, સિગારેટ સહિતની ચીજવસ્તુઓ વેચતા વિવિધ ડિલરો તથા પાન મસાલાના દુકાનદારો દ્વારા પોતાના ઘરે જ આવી વસ્તુઓનું વેચાણ કરી જેતે ગ્રાહકો પાસેથી તકનો લાભ ઉઠાવી નિયત કિંમત કરતા ત્રણ થી ચાર ગણા પૈસા વસૂલ કરતા હોવાની ફરિયાદો થઇ હતી.

લોક ડાઉનનો ફાયદો ઉઠાવી પાન મસાલાના વેપારીઓ દ્વારા ગ્રાહકોને લુંટવામાં આવતા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે ફરિયાદોને આધારે વેપારીઓ ઉપર વોચ રાખી ત્રણ દિવસ અગાઉ રેડ કરી હતી.અને તમાકુ ઉત્પાદનની ચીજ વસ્તુઓનો એક લાખ રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હતો.

 આ અંગે માહિતી આપતા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ઉંચી કિંમત સહિત તમાકુની ચીજવસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓ પાસેથી અંદાજે રૂપિયા એક લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે લોક ખુલ્યા બાદ આ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી પરત આપવામાં આવશે શહેરમાં આવી ચીજવસ્તુઓ ઉંચી કિંમતે વેચાણ થતી હોવાની ફરિયાદો મળશે તો હજુ પણ અન્ય જગ્યાએ રેડ કરવામાં આવશે.

(10:54 am IST)