Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

નવસારી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી : જલાલપોરના હાંસાપોર ગામે 42 વર્ષિય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ

સુરતના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવતાં ચેપ લાગ્યો

નવસારીમાં જિલ્લામાં કોરોનાને પગપેસરો કર્યો હતો.દક્ષિણ ગુજરાતના નવસારીમાં કોરોના પોઝિટિવ કેસનો પગપેસરો થયો છે. નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવનો પહેલો કેસ નોંધાયો છે.

  નવસારીના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના 42 વર્ષિય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોના પોઝિટિવ આવેલા નવસારીનો વ્યક્તિ સુરતના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવ્યો હતો

  નવસારીના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના 42 વર્ષિય પુરુષને સુરતના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં આવતાં ચેપ લાગ્યો હતો. નવસારી જિલ્લામાં પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

(10:33 am IST)