Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

એનવાયસીએસ દ્વારા અમદાવાદના 500થી વધુ જરૂરીરાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડાય છે

સોસાયટીના ઘરે - ઘરે થી રોટલી એકત્રિત કરી ફૂડપેકેટ તૈયાર કરવામાં આવે છે

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :નેશનલ યુવા કો ઓપ . સોસાયટી લી. ( NYcs ) ગુજરાતના સંયોજક  ચિરાગ શેટેએ અખબારી યાદી માં જણાવે છે કે, NYCS દ્વારા અમદાવાદમાં સતત 20 દિવસથી વૈશ્વિક મહામારી  COVID19 સામે લડવા પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશરક્ષા તેમજ લોકરક્ષા માટે આપવા આવેલ લોકડાઉનની પરિસ્થિતિમાં યુવાનોના સહયોગથી સમાજમાં જઈ અનાજ એકત્રિત કરી ભોજન બનાવામાં આવે છે તેમજ જે લોકો રોજનું રોજ કમાઈ રોજ ખાય છે " તેવા અમદાવાદના પુનીતનગર , ઘોડાસર, જશોદાનગર વિસ્તારમાં રહેતા સમાજના લોકો સુધી ભોજનમાં પોહચાડવાનું ભગીરથ કાર્ય યુવા મિત્રો દ્વારા કરવામાં આવી રહ્યું છે .સોસાયટીના ઘરે - ઘરે થી રોટલી એકત્રિત કરી ફૂડપેકેટ તૈયાર કરવામાં આવે છે. સોસાયટીના બેહેનો દ્વારા રસોઈ બનાવામાં આવે છે. રોજ આશરે 500 થી 600 માણસોની રસોઈ બનાવવામાં આવે છે .

(8:23 pm IST)