Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

નર્મદા જિલ્લામાં લોકડાઉન વચ્ચે રાજપીપળાની શાળામાં ઑનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓ માટે ફાયદારૂપ બન્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કોરોના વાયરસની મહામારીથી બચવા હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે તમામ શાળા કોલેજો પણ બંધ છે અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની જાહેરાત મુજબ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. હવે આ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 માં આવ્યા છે. ત્યારે ધોરણ 10 અને 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને સમયસર તેમનું શિક્ષણ કાર્ય પૂરું થાય તે હેતુ થી રાજપીપળાની નવદુર્ગા હસ્કૂલ દ્વારા એક એપ દ્વારા શિક્ષણ આપવાનું ચાલુ કર્યું છે

આ શાળા ધોરણ 10 અને 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મુખ્ય વિષયનું શિક્ષણ ઓન લાઈન તજજ્ઞો દ્વારા આપે છે અને આગામી ડિસેમ્બરમાં તેમનો તમામ કોર્ષ પૂરો થાય અને જાન્યુઆરીથી પુનરાવર્તન પણ કરી શકાય ઉપરાંત લોકડાઉનમાં વિદ્યાર્થીઓ ઘેર બેઠાજ શિક્ષણ પ્રાપ્ત કરી લોકડાઉનનો સદુપયોગ કરે તેવો પ્રયાસ આ શાળા દ્વારા કરાયો છે.

 શાળાના આચાર્ય વિરલ પટેલ, અને કેમ્પસ ડાયરેક્ટર નિમેષ પંડ્યાએ જણાવ્યું હતુ કે હાલ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું રોજ ત્રણ કલાક ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.અન્ય ધોરણનું પણ આયોજન કરી રહ્યા છે. હાલ મુખ્ય વિષયોનું ટીચિંગ કરાવી જેનું હોમવર્ક મોબાઈલ દ્વારા સેન્ડ કરી જેને શાળાના શિક્ષકો ચેક કરે છે.

(8:47 pm IST)