Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

રાજકોટ-ભાવનગરના સાંસદો-ધારાસભ્યો સાથે વિડિઓ કોન્ફ્રન્સિંગથી વાતચીત કરી ફીડબેક મેળવી -માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી રૂપાણી

સોશ્યલ ડિસ્ટન્સીગ જાળવવા અને કામદારો માટેના નોર્મસ જાળવવા ભાર મુક્યો

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં કોરોનાથી વધુ પ્રભાવિત જિલ્લાઓ અને મહાનગરોના પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સ સંવાદના શરૂ  કરેલા ઉપક્રમમાં આજે તેમણે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી ભાવનગર અને રાજકોટના સાંસદો અને ધારાસભ્યો સાથે વિડિયો  કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરી સ્થાનિક સ્તરેથી આ જન પ્રતિનિધિઓના ફીડ બેક મેળવ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું

 વિજય ભાઈ રૂપાણીએ ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ થઈ રહ્યા છે ત્યારે ત્યાં પણ સોશ્યલ ડિસ્ટન્સીગના નોર્મસ જળવાઈ એટલુજ નહિ કામદારો શ્રમિકો માટે કામકાજના સ્થળે એટલે કે ઉદ્યોગ એકમમાં જ રહેવા જમવા વગેરેની વ્યવસ્થા રહે તેવી જે સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે તેનું પાલન થાય તે જોવા જનપ્રતિનિધિઓને તાકીદ કરી હતી

 ખાસ કરીને  વેરાવળ શાપર હડમતાલા પડાળા અને અલંગના ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે તેમાં  આ કાળજી લેવાય તે માટે તેમણે ખાસ ભાર મૂક્યો હતો

  ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને વિધાયક જીતુ ભાઈ વાઘાણી રાજ્ય મંત્રી વિભાવરી  બહેન દવે સાંસદ મોહન ભાઈ કુંડારિયા ભારતી બહેન શિયાળ રમેશ ભાઈ ધડુક અને ધારાસભ્યો ગોવિંદ ભાઈ પટેલ અરવિંદ ભાઈ રૈયાણી લાખાભાઇ વગેરે પોત પોતાના ક્ષેત્રો માંથી  આ વીડિયો કોન્ફરન્સમાં  જોડાયા હતા અને મુખ્યમંત્રી ને પોતાના વિસ્તારોની કોરોના પ્રભાવિત સ્થિતિ તેમજ રાજ્ય સરકારના લેવાય રહેલા પગલાઓથી અવગત કર્યા હતા
આ લોક પ્રતિનિધિઓ એ રાજ્ય સરકારના આરોગ્ય અને પોલીસ  સહિતના વિભાગોની કામગીરીની તેમજ રાજ્ય સરકારે ગરીબો મઘ્યમ વર્ગીય પરિવારો માટે કરેલા મફત અનાજ વિતરણ આયોજન વગેરેની પ્રસંશા  પણ કરી હતી

(7:25 pm IST)