Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

સુરતમાં કોરોનાના નવા 57 પોઝિટિવ કેસો કુલ સંખ્યા 300એ પહોંચી : મહિલાનું મોત

સવારે નવા 2 કેસ આવ્યા બાદ મોડીસાંજે બીજા 55 કેસો આવ્યા

 

સુરતમાં એક દિવસમાં શહેરમાં નવા 57 અને જિલ્લામાં 1 કેસ મળી કુલ 58 નવા કેસો આવતા સુરત શહેરનો આંકડો 300 પર પહોંચી ગયો છે  સુરત શહેરમાં ગઈ કાલે 242 કેસો હતા. ત્યારબાદ આજે સવારે નવા 2 કેસ આવ્યા બાદ મોડીસાંજે બીજા 55 કેસો આવ્યા હતા. જિલ્લામાં માંડવીમાં પણ એક કેસ આવ્યો હતો. કોરોના પોઝિટિવનો આંક 300 પર પહોંચવાની સાથે સાથે આજે બે મૃત્યુ થતા મૃત્યુઆંક 10 પર પહોચવા પામ્યો છે. મોડીરાત્રે વધુ એક મહિલાનું મોત થતા આજે એક દિવસમાં કુલ ત્રણના મોત થયા હતા. સાથે સુરતનો મૃત્યુઆંક 11 પર પહોંચી જવા પામ્યો છે.

 

શહેરમાં અને જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરમાં વધુ નવા 57 અને સુરત જિલ્લામાં 1 કેસ સાથે એક દિવસમાં 58 કેસ નોંધાતા આંકડો 300 પર પહોંચ્યો છે. આજે નોંધાયેલા કેસમાં એક કિરણ હોસ્પિટલની મહિલા તબીબનો પણ સમાવેશ થાય છે. નવા આવેલા કેસમાં લિંબાયત, વરાછા અને સેન્ટ્રલ ઝોનના કેસ વધુ છે. ઉપરાંત પાંડેસરામાં આવેલા સ્વામિનારાયણ નગરમાંથી એક સાથે 12 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેના કારણે આખી સોસાયટીમાં મનપાની ટિમ દ્વારા ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી હતી.
ઉપરાંત હોટ સ્પોટ બનેલા માન દરવાજા ટેનામેન્મટમાંથી વધુ 6 કોરોનાના પોઝિટિવ કેસો સામે આવ્યાં છે. માન દરવાજા સુરત શહેર માટે સૌથી વધુ હોટ સ્પોટ બનાવ પામ્યું છે. અત્યાર સુધીમાં કુલ 60થી વધુ કેસો માત્ર માન દરવાજામાંથી સામે આવ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલાના ભત્રીજા અને પાલિકાના ભાઠેના આરોગ્ય સેન્ટરના વોર્ડ બોય આકીબ અહમદ શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આકીબ માન દરવાજા ટેનામેન્ટનો રહેવાસી છે. હાલ તો માન દરવાજા ટેનામેન્ટમાં મનપા દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મનપા દ્વારા માસ ટેસ્ટિંગની કામગીરી શરુ કરવામાં આવ્યા આખરે કેસો વધુ સામે આવી રહ્યા છે.વધુમાં મોડીસાંજે મળતી માહિતી મુજબ લાલગેટ પર ખાટકીવાડમાં રહેતી 65 વર્ષની મહિલા તાહિરા માલિકનું મોત નીપજ્યું છે. જેનો આજે સાંજે કોરોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સાથે સુરતનો મરતુઆંક 11 પર પહોંચ્યો છે.

 

(12:51 am IST)