Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

વ્યારામાં 35 વર્ષીય મહિલા બુટલેગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ: તંત્રમાં દોડધામ

માયપુર ગામમાં ભાઠી ફળિયામાં રહેતી 35 વર્ષીય મહિલાને કોરોનાનો ચેપ લાગ્યો

તાપીના વ્યારા તાલુકાના માયપુર ગામમાં ભાઠી ફળિયામાં રહેતી 35 વર્ષીય કાંસાબેન સેવનભાઈ ગામીત નામની મહિલા બુટલેગરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને સમગ્ર તંત્ર દોડતું થયું છે. આ મહિલા વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂનું વેચાણ કરતી હતી. તા.19મી એપ્રિલ નારોજ તાપી જિલ્લા એલસીબી શાખાના જવાનોએ 10 લીટર દેશી દારૂ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી વ્યારા પોલીસ મથકે કોન્સ્ટેબલ રવીન્દ્રભાઈ રોહીદાસની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.મહિલા ઉપર અનેક વાર કાર્યવાહી થઈ હોવાની પણ માહિતી પ્રકાશમાં આવી છે.  

  તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારની મહિલા બુટલેગરને શંકાસ્પદ કોરોના જણાતા તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. જો કે આ મહિલા બુટલેગર હોવાથી તેના ત્યાં દારૂની વેચાણ ચાલુ હતું ? ચાલુ હતું તો કેટલા લોકો પીવા આવ્યા છે ? તે તમામ માહિતીની તપાસ કરીને તેના સંપર્કમાં આવેલા લોકોને શોધવામાં આવશે અને તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. હાલ આરોગ્ય તંત્ર આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે

(1:13 am IST)