Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

વલસાડ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી : ઉમરગામના દેહરીના 30 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

યુવાનને વાપીની હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડાયો : યુવાનની કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી નથી

 

વલસાડ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઇ છે વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય  વિભાગ સહિતનું તંત્ર દોડતું થઈ ગયું છે

 મળતી વિગતો મુજબ ઉમરગામના દેહરી ગામના માંગલવાડના 30 વર્ષના યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટિવ આવ્યો છે યુવક હાલ વાપીની જનસેવા હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ હોવાની વિગતો જાણવા મળી છે યુવાનની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહિ હોવાનું કહેવાય છે

વલસાડ કલેક્ટર દ્વારા સુરત મ્યુ.કમિશનરને વિનંતી કરાય હતી કે સુરત ખાતે નોકરી કરતા કર્મચારીઓ જીલ્લા બોર્ડર પાર કરી અપડાઉન કરતા હોવાથી સુરતની કોરનાની સ્થિતિને કારણે વલસાડમાં કોરોના ફેલાય નહિ તે માટે સુરતમાં રહેવાની સગવડ કરવા જણાવાયું હતું અને વલસાડના કેટલાક સરપંચના અંગેના વિરોધ અંગે અવગત કરાયા હતા ત્યારે ઉમરગામ વિસ્તારમાં કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે આવું કંઇક વલસાડમાં બનતા એક કેસ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

(1:03 am IST)