Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદ ઉત્તર ઝોન ઈજનેર વિભાગના બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

નરોડા વોર્ડના આસિસ્ટન્ટ ઈજનેર અને ટેક્નિકલ સુપરવાઈઝરને કોરોના વળગ્યો

 

અમદાવાદમાં કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે આજે ઉત્તર ઝોન ઈજનેર વિભાગના બે કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જેમાં નરોડા વોર્ડના આસિસ્ટન્ટ ઈજનેર અને ટેક્નિકલ સુપરવાઈઝરનો સમાવેશ થાય છે. હાલ તમામ લોકોની તબીબી તપાસ ચાલી રહી છે.

કોરોનાના કુલ દર્દીની સંખ્યા 1 હજાર 851 થઈ છે. જે રાજ્યમાં વધુ 108 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. વધુ ચાર લોકોના મોત કોરોનાથી થયા છે. જેમા સુરત અને અમદાવાદના બે-બે દર્દીનો સમાવેશ થાય છે. સાથે રાજ્યમાં કુલ 67 લોકોના મોત કોરોનાથી થયા છે ત્યારે કુલ 106 લોકોને રજા આપવામાં આવી છે. 108 નવા કેસ પૈકી અમદાવાદમાં સૌથી વધારે 91 કેસ નોંધાયા છે. કેસ, શહેરના કોટ વિસ્તારમાં નોંધાયા છે

 અમદાવાદમાં અસારવા, જમાલપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, દરિયાપુર, બાપુનગર, જુહાપુરા અને સરસપુરમાં નવા કેસ નોંધાયા છે. અમદાવાદ બાદ અરવલ્લીમાં 6, કચ્છ, રાજકોટ અને પંચમહાલમાં બે-બે કેસ નોંધાયા છે. તો સુરતમાં બે અને મહીસાગરમાં એક કેસ નોંધાયો છે. વડોદરા અને મહેસાણામાં એક-એક કેસ સામે આવ્યા છે.

(8:45 am IST)