Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

અમદાવાદ શહેરમાં 65 શાકભાજીવાળાના કોરોના રિપોર્ટ પોઝિટિવ :મોટો ખળભળાટ

બહેરામપુરાના દૂધની ચાલીમાં રહેતા 65 લોકોને કોરોના પોઝિટિવ : રિવરફ્રન્ટ પર શાક વેંચતા હતા

અમદાવાદ ; ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે અને ખાસ કરીને હોટસ્પોટ એવા અમદાવાદમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 1851 થઈ છે.ત્યારે  અમદાવાદ શહેરમાં 65 શાકભાજીવાળાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે 

રાજ્યમાં કોરોના વાયરસના કારણે સૌથી વધુ દર્દીઓ સાથે અમદાવાદે તમામ રેકોર્ડ તોડ્યા છે. 20મી એપ્રિલે સવારે 10.00 વાગ્યે જાહેર થયેલા આંકડાઓ મુજબ અમદાવાદમાં 91 પોઝિટિવ કેસ નોંધાયા છે.

બહેરામપુરા ની દૂધ ની ચાલી રહેતા 65 લોકોને પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી ગયો છે. આ તમામ ફેરિયાઓ અમદાવાદ શહેરમાં શાકભાજી વેચતા હતા ત્યારે તેમના સંપર્કમાં આવેલા અનેક લોકોને લઈને ચિંતા ઉદભવી છે.

આ તમામ ફેરિયાઓ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થાના ભાગરૂપે રીવરફ્રન્ટ પર શાક વેચતા હતા.

(10:57 pm IST)