Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

ધાનેરામાં માસ્કના મામલે લોકોને અપાયેલી માહિતી

પોલીસ દ્વારા માસ્ક પહેરાવાયા

પાલનપુર, તા.૨૦ : કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું  છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લાની તમામ જાહેર જગ્યા પર કોઈપણ વ્યક્તિએ માસ્ક  વગર ફરવું નહિ અને જે પણ વ્યક્તિ માસ્ક વગર ફરશે  તેની સામે પગલાં ભરવામાં આવશે પહેલી વખત માસ્ક વગર ઝડપાશે તેની પાસેથી ૨૦૦ રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે તો વારંવાર માસ્ક બાંધ્યા વગર જે વ્યક્તિ  ઝડપાસે તેની પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે ત્યારે આજે વહેલી સવારે જ ધાનેરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ધાનેરાના બસ સ્ટેશન વિસ્તારમાં પસાર થતાં લોકોને માસ્ક બાંધવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો  છે તો કેટલાક લોકો આજે પણ માસ્ક બાંધ્યા વગર ફરી રહ્યા હતા તેવા લોકોને ધાનેરા પોલીસે સમજાવે છે અને માસ્કમાટે અનુરોધ કર્યો છે.

(9:49 pm IST)