Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

રાજ્યમાં નવા સત્રથી સ્વ નિર્ભર શાળાઓ કોઈપણ પ્રકારનો ફી વધારો નહીં કરવા સહમત

કોરોના વાયરસને કારણે ઉભી થયેલી સ્થિતિ અને શિક્ષણમંત્રીની અપીલને સહકારભર્યો પ્રતિસાદ

અમદાવાદ : ગુજરાત સરકારનાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનાં કાર્યાલયની યાદી જણાવે છે કે રાજ્યમાં COVID-19 રોગચાળાને કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિની અસરોને ધ્યાને લઈ ફી નિયમન સમિતિ (ટેકનીકલ) દ્વારા તમામ સ્વ-નિર્ભર સંસ્થાઓ અને તેમના સંચાલક મંડળોને તેમની વર્ષ ૨૦૧૯-૨૦ની હયાત ફીમાં એટલીસ્ટ વર્ષ ૨૦૨૦-૨૧ માટે કોઈ પણ વધારો ન સૂચવવાની અપીલ કરાયેલ હતી. જેના જવાબમાં સ્વનિર્ભર કોલેજ અસોસિયેશન દ્વારા શિક્ષણ મંત્રીને ર૦ર૦-ર૧ પુરતું  કોઇપણ પ્રકારનો ફી વધારો કરવામાં આવશે નહીં તેવો સધિયારો અપાયેલ હતો

  રાજ્યની મોટાભાગની  યુનીવર્સીટીનાં પ્રતિનિધિઓએ પણ શિક્ષણ મંત્રીને સહમતી આપેલ હતી.આમ શિક્ષણમંત્રીનાં અથાગ પ્રયત્નો, સમિતિની અપીલ અને સ્વનિર્ભર કોલેજ અસોસિયેશનનાં હોદ્દેદારો અને યુનીવર્સીટી નાં પ્રતિનિધિઓનું સહકારભર્યા વલણ થી વર્ષ ૨૦૨૦-૨૧ માટે નીચે મુજબ નું નક્કી કરાયેલ છે.  

 ફી નિયમન સમિતિ (ટેકનીકલ) દ્વારા ફી નકકી કરાતી હોય તેવી તમામ સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓમાં કોઇપણ કોર્સની ફી વર્ષ ૨૦૧૯-૨૦ જેટલી જ રહેશે એટલે કે ર૦ર૦-ર૧ પુરતું  કોઇપણ પ્રકારનો ફી વધારો કરવામાં આવશે નહીં.
  તેમજ યુનિવર્સિટીઓ દ્વારા જે પોગ્રામ ની ફી, ફી નિયમન સમિતિ (ટેકનીકલ) દ્વારા નિયત કરાતી નથી તેવા પોગ્રામ માં પણ વર્ષ ર૦ર૦-ર૧ પુરતું  કોઇપણ પ્રકારનો ફી વધારો કરવામાં આવશે નહીં.
 વિદ્યાર્થી, પોતાના વાલી ની આર્થિક અનુકૂળતા મુજબ સેમેસ્ટર ની ફી નવેમ્બર / દિવાળી પહેલાં, હપ્તે થી પણ, ભરી શકશે અને તે માટે કોઇપણ લેઇટ ફી સંસ્થાઓ/યુનીવર્સીટીઓ દ્વારા લેવામાં આવશે નહિ.  
  કોઇપણ સ્વનિર્ભર કોલેજો-યુનિવર્સર્ટીઓ, હયાત કર્મચારીઓને છૂટા કરશે નહીં કે તેમના પગારમાં ઘટાડો કરશે નહીં.
ય શિક્ષણમંત્રી તમામ સ્વનિર્ભર કોલેજ નાં સંચાલક મંડળો, , સ્વનિર્ભર કોલેજ  અસોસિયેશન અને યુનિવર્સિટીઓ નાં  હોદ્દેદારો નો સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરેલ છે.

(9:35 pm IST)