Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

પટનામાં શત્રુઘ્નસિંહાનો જબરો વિરોધ : કોંગ્રેસના જ કાર્યકરોએ લગાવ્યો પાંચ વર્ષ ગાયબ રહેવાનો આરોપ

પટના ;કોંગ્રેસ નેતા અને પટના સાહિબ સીટના કોંગ્રેસના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાનો પોતાની જ પાર્ટીના કાર્યકરોએ વિરોધ કર્યો હતો રવિવારે પટના સ્થિત કોંગ્રેસ મુખ્યાલયમાં સદાકત આશ્રમ પહોંચેલા શોટગનનો જબરો વિરોધ થયો હતો

   પાર્ટી કાર્યાલયે પહોંચેલા શત્રુઘ્નસિંહાનો તેની જ પાર્ટીના કેટલાક લોકોએ ખોટો સિક્કો ગણાવ્યા હતા અદાકત આશ્રમમાં શત્રુઘ્ન સિંહા પર આરોપ લગાવતા કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ કહ્યું કે પુરા પાંચ વર્ષ ક્ષેત્રમાંથી ગાયબ રહ્યાં છે

   બેનર લઈને સદાકત આશ્રમ પહોંચેલા કાર્યકરોએ શત્રુઘસિંહાના વિરોધમાં નારેબાજી કરી હતી વિરોધ કરનારે પોતાની નામ અતિ પછાત સેલના નેતા હોવાનું કહ્યું હતું અને શત્રુઘ્નસિંહાને ઓળખવા પણ ઇન્કાર કર્યો હતો

(11:48 pm IST)