Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ચાર-ચાર બંગડીવાળી ગીત મામલાના દાવામાં કોર્મિશયલ કોર્ટમાં કિંજલ દવેને રાહત : કાર્તિક પટેલનો દાવો ફગાવ્યો

વિવાદીત ગીતનું વેલ્યુએશન કરવામાં આવ્યું ન હોવાથી આ કોર્ટની હદ લાગતી નથી ;રજૂઆત ગાહ્ય

અમદાવાદ :કિંજલ દવેને રાહત મળી છે ચાર ચાર બંગડીવાળી ગીત મુદ્દે થયેલા દાવામાં કોર્મિશયલ કોર્ટમાં કિંજલ દવેને રાહત આપી છે. કર્મિશયલ કોર્ટમાં દાવો ચલાવવા માટે જે ન્યૂનતમ વેલ્યુએશન નિશ્ચિત કરવામાં આવ્યું છે તે મુજબ આ વિવાદીત ગીતનું વેલ્યુએશન કરવામાં આવ્યું ન હોવાથી આ કોર્ટની હદ ન લાગતી હોવાની કિંજલ દવેની રજૂઆત ગ્રાહ્ય રાખી છે અને કાર્તિક પટેલનો દાવો ફગાવ્યો છે.

   આ પહેલાં મૂળ ગુજરાતના અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા અને કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા કાર્તિક પટેલે આ મામલે કોપીરાઈટના ભંગનો કેસ કર્યો હતો. પટેલે કોર્ટમાં દાવો કર્યો હતો કે આ ગીત મૂળ તેમણે લખ્યું છે. તેમાં થોડા ફેરફાર કરીને કિંજલ દવેએ ફરીથી બનાવ્યું છે

    ત્યાર બાદ કોમર્શિયલ કોર્ટે કોપીરાઇટ ભંગના કેસને ગ્રાહ્ય રાખી તેને યૂ-ટ્યૂબ સહિત સોશિયલ પ્લેટફોર્મ્સ પરથી હટાવી લેવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત જાહેર કાર્યક્રમોમાં તેને પર્ફોર્મ નહીં કરવાનો પણ આદેશ આપ્યો હતો. 5મી જાન્યુઆરીએ બપોરે તેનું યુટ્યુબ પરનું ગીત હટાવી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ કિંજલ દવેએ આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો અને હાઈકોર્ટે તેને આ સોંગ ગાવાની છૂટ આપી હતી.

(9:35 pm IST)