Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

ગરમીનું જોર ઘટ્યું : તમામ જગ્યાએ તાપમાનમાં ઘટાડો

રાજ્યમાં તમામ જગ્યાએ બે-ત્રણ ડિગ્રીનો ઘટાડો : રાજ્યમાં અમરેલી ખાતે સૌથી વધુ ૪૧ ડિગ્રી તાપમાન નોંધાયું : અમદાવાદમાં ૩૮ અને ગાંધીનગરમાં ૩૬.૮

અમદાવાદ, તા.૨૧ : અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવતરીતે જારી રહ્યો હતો. જો કે, તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં આજે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. બહાર નિકળવાનું પણ ટાળ્યું હતું. બપોરના ગાળામાં વધતી ગરમીના કારણે લોકો હવે બહાર નિકળવાનું ટાળતા જનજીવન પણ ખોરવાઈ ગયું છે. આજે અમરેલીમાં ૪૧ સુધી પારો પહોંચ્યો હતો. હજુ પણ આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી શકે છે. આજે અમદાવાદમાં ૩૮, ગાંધીનગરમાં ૩૬, વીવીનગરમાં ૩૭, ઇડરમાં ૩૯, વડોદરામાં ૩૯ અમરેલીમાં ૪૧, રાજકોટમાં ૩૮.૩, સુરેન્દ્રનગરમાં ૩૮.૩ અને કડંલા એરપોર્ટમાં ૩૫.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૮ અને લઘુત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં મહત્તમ તાપમાન આવતીકાલે આજની સરખામણીમાં વધશે નહીં પરંતુ પારો ૪૦ની આસપાસ રહેશે. તીવ્ર ગરમી વચ્ચે સાવચેતી રાખવાની જરૂરિયાત દેખાઈ રહી છે. ગરમીના પ્રમાણમાં હાલમાં સતત ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને વધુ ગરમીનો અનુભવનો સામનો કરવો પડી શકે છે. હાલમાં વધતા તાપમાની વચ્ચે પાણીથી ફેલાતી બિમારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા હિટવેવને લઈને પગલા લેવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં વધતી ગરમી વચ્ચે વધારે પાણી પીવાની સલાહ નિષ્ણાત તબીબો લોકોને આપી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વધતી ગરમી વચ્ચે હવે ઘણી જગ્યાઓએ પાણીની પરબોની પણ લોકો દ્વારા શરૂઆત કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાણીજન્ય રોગના કેસોની વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાના માત્ર ૧૪ દિવસના ગાળામાં જ ઝાડા ઉલ્ટીના ૪૪૨, કમળાના ૧૦૭, ટાઇફોઇડના ૧૩૩ કેસ સપાટી ઉપર આવ્યા છે. એપ્રિલ ૨૦૧૭માં ઝાડા ઉલ્ટીના ૬૧૮ કેસ સપાટી ઉપર આવ્યા હતા. આ મહિનાની શરૂઆત થઇ છે ત્યારે ઝાડા ઉલ્ટીના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. તીવ્ર ગરમીના પરિણામસ્વરૂપે જનજીવન ઉપર પણ પ્રતિકુળ અસર થઈ રહી છે. બપોરના ગાળામાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રસ્તાઓ સુમસામ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા  ઉચા તાપમાનને લઇને કોઇ ચેતવણી જારી કરવામાં ન આવતા તંત્રે રાહતનો દમ લીધો છે. વધતી  ગરમી વચ્ચે  સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય-પાણીજન્ય રોગના કેસો નોંધાઈ રહ્યા છે.

ગુજરાત : હોટસ્પોટ

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ........................................................ ૩૮

ડિસા................................................................. ૩૭

ગાંધીનગર.................................................... ૩૬.૮

ઇડર................................................................. ૩૯

વીવીનગર.................................................... ૩૭.૧

વડોદરા......................................................... ૩૮.૬

સુરત................................................................ ૩૯

વલસાડ........................................................ ૩૫.૪

અમરેલી........................................................... ૪૧

ભાવનગર..................................................... ૩૬.૨

રાજકોટ......................................................... ૩૮.૩

સુરેન્દ્રનગર.................................................... ૩૮.૩

ભુજ.............................................................. ૩૮.૪

નલિયા.......................................................... ૩૪.૨

કંડલા એરપોર્ટ................................................ ૩૫.૯

કંડલા પોર્ટ..................................................... ૩૫.૧

મહુવા........................................................... ૩૭.૨

પોરબંદર....................................................... ૩૪.૩

દિવ.............................................................. ૩૬.૬

વેરાળવ............................................................ ૩૨

(8:13 pm IST)